જાહેરાત
તાજા સમાચાર
ભાણવડના વિજયપુર સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો, 7 શખ્સ ઝડપાયા. | સૌરાષ્ટ્રમાં જળસંકટની ભીતિ ઘેરી: 85માંથી 45 ડેમોમાં માત્ર 2થી 20 ટકા પાણી. | ખેડૂત પુત્ર ડૉ. દેવેન્દ્ર કાલરીયાનો અનોખો સંકલ્પ: દાંતની સારવાર બાદ હવે ધરતીની સારવાર. | શ્રાવણમાં સોમનાથ તીર્થે ભક્તોનો નવો કીર્તિમાન, 22.61 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાદેવના દર્શન. | બદલાતી દુનિયાને જૂની સંસ્થાઓથી નહીં ચલાવી શકાય, સુધારા જરૂરી: PM મોદી. | ISROનો ચક્રવાતી અંદાજ: 2026ના અંતિમ ત્રણ મહિનામાં વાવાઝોડાની શક્તિ સરેરાશ કરતાં 83% વધુ રહેવાની શક્યતા. | ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર. | શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. | ગાંધીનગરમાં વિકાસનો ઉત્સવ: એક જ દિવસમાં રૂ.1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ. | PM-કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૭૨ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ જામનગરમાં ફાયર વિભાગનો 101 નંબર બંધ, ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબરો જાહેર

જામનગરમાં ફાયર વિભાગનો 101 નંબર બંધ, ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબરો જાહેર

જામનગર શહેરમાં ફાયર વિભાગના હેલ્પલાઈન અને 101 નંબર ટેકનિકલ ખામીના કારણે હાલ બંધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આગ, અકસ્માત અથવા અન્ય કોઈપણ પ્રકારની ફાયર ઈમરજન્સીની સ્થિતિમાં નાગરિકોને હાલ 101 નંબર પર સંપર્ક ન કરવા અને નીચે આપેલા વૈકલ્પિક નંબરો પર તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબર

ફાયર કંટ્રોલ રૂમ – લાલબંગલો

  • 112
  • 9409402369
  • 9409420867

ઈન્દિરા માર્ગ ફાયર સ્ટેશન

  • 0288-2710411

બેડેશ્વર ફાયર સ્ટેશન

  • 0288-2755369

ફાયર વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટેકનિકલ ખામી દૂર ન થાય ત્યાં સુધી કોઈપણ આગની ઘટના કે અન્ય ફાયર ઈમરજન્સી માટે ઉપરોક્ત વૈકલ્પિક નંબરોનો ઉપયોગ કરે. ઈમરજન્સીની સ્થિતિમાં સમયસર જાણ થાય તે માટે આ નંબરો સાચવી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ