જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર શિવરાજપુર બ્રિજ પર ઓખા મરીન પોલીસ અને ફોર્સ કમાન્ડોનું સ્વચ્છતા અભિયાન.

શિવરાજપુર બ્રિજ પર ઓખા મરીન પોલીસ અને ફોર્સ કમાન્ડોનું સ્વચ્છતા અભિયાન.

પોલીસ, કમાન્ડો, SOG સ્ટાફ અને શાળાના બાળકોએ મળીને પ્લાસ્ટિક કચરો એકત્ર કરી કિનારો સ્વચ્છ બનાવ્યો

દ્વારકા: શિવરાજપુર બીચ અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા માટે ઓખા મરીન પોલીસ સ્ટેશન અને ટાસ્ક ફોર્સ કમાન્ડો દ્વારા શિવરાજપુર બ્રિજ પર સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું.

 

આ અભિયાનમાં ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ, ટાસ્ક ફોર્સ કમાન્ડો, SOG સ્ટાફ, શિવરાજપુર શાળાના બાળકો તેમજ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. સૌએ સાથે મળીને બ્રિજ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી.

પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કર્યો

 

સ્વચ્છતા અભિયાન દરમિયાન બ્રિજ પર તેમજ કિનારા વિસ્તારમાં પડેલો પ્લાસ્ટિક કચરો, પ્લાસ્ટિકની બોટલો, સેવાળ અને અન્ય કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. પ્રવાસન સ્થળોએ કચરો ન ફેલાવવા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

 

પોલીસ અને કમાન્ડોની કામગીરીને બિરદાવવામાં આવી

આ સ્વચ્છતા અભિયાનમાં ઓખા મરીન ટાસ્ક ફોર્સના PSI શ્રી આર.કે. જાડેજા પણ જોડાયા હતા. જ્યારે ઓખા મરીન પોલીસ સ્ટેશનના PSI શ્રી કે.એમ. જાડેજા દ્વારા કમાન્ડો અને સમગ્ર ટીમના સ્વચ્છતા અભિયાનને બિરદાવવામાં આવ્યું હતું.

શિવરાજપુર જેવા મહત્વના પ્રવાસન સ્થળને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પોલીસ, સુરક્ષા દળો, વિદ્યાર્થીઓ અને સફાઈ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલું આ સંયુક્ત અભિયાન લોકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવતું બન્યું હતું.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ