જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૭૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જામનગરમાં સરકારી જમીનને લઈને વિવાદ: મનપા સામે જ દબાણના આક્ષેપ, મેડિકલ કોલેજની જમીન પર વોર્ડ ઓફિસનું બાંધકામ અટકાવવા રજૂઆત.

જામનગરમાં સરકારી જમીનને લઈને વિવાદ: મનપા સામે જ દબાણના આક્ષેપ, મેડિકલ કોલેજની જમીન પર વોર્ડ ઓફિસનું બાંધકામ અટકાવવા રજૂઆત.

જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી. શાહ મેડિકલ કોલેજના કેમ્પસ હેઠળ આવતી જમીન પર વોર્ડ ઓફિસનું બાંધકામ શરૂ કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. ગેરકાયદેસર દબાણ દૂર કરવાની જવાબદારી નિભાવતી મહાનગરપાલિકા સામે જ સરકારી જમીન પર દબાણ કરીને બાંધકામ શરૂ કર્યાના આક્ષેપો થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

 

માહિતી મુજબ, વોર્ડ નંબર-3 વિસ્તારમાં આવેલા નર્સિંગ ક્વાર્ટર નજીક મહાનગરપાલિકા દ્વારા નવી વોર્ડ ઓફિસનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, મેડિકલ કોલેજ તંત્રનો દાવો છે કે આ જમીન પી.આઈ.યુ. (Project Implementation Unit) હસ્તકની છે અને કોલેજના તાબામાં આવે છે. આથી કોલેજ પ્રશાસને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા PIUને સૂચના આપી છે.

 

મેડિકલ કોલેજના ડીનના જણાવ્યા મુજબ, કોલેજની જમીનનું રક્ષણ થાય તે માટે બાઉન્ડ્રી વોલ બનાવવા સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી છે. હાલ બાઉન્ડ્રી વોલના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બીજી તરફ, હાલ શરૂ કરાયેલા બાંધકામને રોકવા માટે મહાનગરપાલિકાના કમિશનર તેમજ ચીફ એન્જિનિયરને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. કોલેજ તંત્રે જણાવ્યું છે કે જમીન અંગેનો વિવાદ યોગ્ય રીતે ઉકેલાય તે માટે તમામ સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી છે.

ડીનના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે PIU, જામનગર મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ વચ્ચે સંકલન સાધીને કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. હાલ પત્રવ્યવહાર અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા ચાલી રહી છે.

જમીનની માલિકી અને બાંધકામને લઈને ઊભા થયેલા આ વિવાદ પર હવે સંબંધિત વિભાગો શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. સ્થાનિક સ્તરે પણ સરકારી જમીનના ઉપયોગ અને વિભાગો વચ્ચેના સંકલન અંગે અનેક સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ