જાહેરાત
તાજા સમાચાર
વિસાવદરના રબારીકામાં સિંહણનો જીવલેણ હુમલો, ખેડૂતનું મોત | જામનગરના રવાણી ખીજડીયામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, 932 લીટર ઘી કબજે | ટ્રેન સાથે અથડાઈ મિનીબસ, ટક્કર બાદ ભીષણ આગ! એકનું મોત, અનેક ઘાયલ | ભાણવડમાં રઘુવંશી લોહાણા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી તારલાઓનું સન્માન | મોંઘવારી અને ભેળસેળ સામે AAP મેદાનમાં, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું | દિલજીત દોસાંઝના કોન્સર્ટને પોલીસની મંજૂરી! સુરક્ષામાં 1200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત | ગુજરાતમાં ઠંડીનું જોર વધશે! લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો | PUC સર્ટિફિકેટના નિયમોમાં મોટો ફેરફાર! | પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત! બસ અને LPG ટેન્કરની ટક્કર બાદ આગ, 10નાં મોત અને 27 ઘાયલ | એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા કિરણ બાલિયાન પર 8 વર્ષનો પ્રતિબંધ! |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૮ વાર જોવાયેલ • 14 મિનિટ પેહલા

ટૉપ ન્યૂઝ જામનગરના રવાણી ખીજડીયામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, 932 લીટર ઘી કબજે

જામનગરના રવાણી ખીજડીયામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, 932 લીટર ઘી કબજે

 

જામનગર જિલ્લામાં નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતી બનાવટી ઘીની ફેક્ટરી પર પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને સ્થળ પરથી અંદાજે 932 લીટર બનાવટી ઘી મળી આવ્યું હતું, જેની કિંમત રૂ.5,77,840 આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.

પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ઘાસુરા સહિતનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા અને એએસઆઈ નિર્મળસિંહ જાડેજા સહિતના કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસ ટીમે રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી વાડીમાં તપાસ કરતાં ભરતભાઈ દેશાભાઈ ખીમસુરિયા અને મનસુખભાઈ દેશાભાઈ ખીમસુરિયા દ્વારા પોતાની કબજાભોગવટાની વાડીમાં બનાવટી ઘી બનાવવાની કામગીરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મનસુખભાઈ દેશાભાઈ ખીમસુરિયા હાજર મળી આવ્યા હતા અને વાડીમાં મશીનરીની મદદથી બનાવટી ઘી બનાવવાની કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતાં અધિકારી ડો. આર.જે. કોટડિયાને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. અધિકારીએ તપાસ કરતાં સ્થળ પર રહેલો ઘીનો જથ્થો બનાવટી હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આશરે 932 લીટર ઘી મળી આવ્યું હતું. જેમાં 200 મિલીલીટરના કુલ 2,160 ડબ્બા ભરેલા હતા અને તેના પર 'KT Bandhan Cows Pure Ghee'નાં સ્ટીકર લગાવવામાં આવ્યાં હતાં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ ઘીના જરૂરી નમૂના મેળવી જથ્થાને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. જ્યારે બાકીના આશરે 500 લીટર બનાવટી ઘીના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ઘાસુરા, એએસઆઈ નિર્મળસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા, ચેતનભાઈ ઘાઘરેટિયા, હરદેવસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જાડેજા અને કમલેશભાઈ ખીમાણીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાથી જિલ્લામાં નકલી ખાદ્યપદાર્થો બનાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ