જાહેરાત
તાજા સમાચાર
જામનગરના રવાણી ખીજડીયામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, 932 લીટર ઘી કબજે | ટ્રેન સાથે અથડાઈ મિનીબસ, ટક્કર બાદ ભીષણ આગ! એકનું મોત, અનેક ઘાયલ | ભાણવડમાં રઘુવંશી લોહાણા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી તારલાઓનું સન્માન | મોંઘવારી અને ભેળસેળ સામે AAP મેદાનમાં, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું | દિલજીત દોસાંઝના કોન્સર્ટને પોલીસની મંજૂરી! સુરક્ષામાં 1200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત | ગુજરાતમાં ઠંડીનું જોર વધશે! લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો | PUC સર્ટિફિકેટના નિયમોમાં મોટો ફેરફાર! | પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત! બસ અને LPG ટેન્કરની ટક્કર બાદ આગ, 10નાં મોત અને 27 ઘાયલ | એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા કિરણ બાલિયાન પર 8 વર્ષનો પ્રતિબંધ! | બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'અકવાન'નો ખતરો! 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૬ વાર જોવાયેલ • 18 મિનિટ પેહલા

મારું શહેર ભાણવડમાં રઘુવંશી લોહાણા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી તારલાઓનું સન્માન

ભાણવડમાં રઘુવંશી લોહાણા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી તારલાઓનું સન્માન

 

ભાણવડ ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ અને તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સેવાભાવીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના સાથે શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે જ્ઞાતિના આગેવાનોએ ઉપસ્થિત સમાજના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ કોલેજ કક્ષાની વાર્ષિક પરીક્ષાઓમાં ઉજ્જવળ પરિણામ મેળવી સમાજનું ગૌરવ વધારનાર તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને બિરદાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે આકર્ષક ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિને બિરદાવીને ઉપસ્થિત આગેવાનોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ અન્ય વિદ્યાર્થીઓ પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજનું નામ રોશન કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં લોહાણા મહાજન ટ્રસ્ટના વજુભાઈ પતાણી, સુભાષભાઈ રાડિયા, પ્રફુલભાઈ કોટેચા, જયેશભાઈ રાયચુરા, અતુલભાઈ પતાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભગત ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવીઓએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓના સન્માનના આ કાર્યક્રમથી સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શૈક્ષણિક સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને આગળ વધવા પ્રેરણા આપવાના આ પ્રયાસને ઉપસ્થિત જ્ઞાતિજનો દ્વારા આવકારવામાં આવ્યો હતો.

સમય સંદેશ સાથે – મયુર મોદી, ભાણવડ.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ