જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩૪ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર ગુજરાત સરકારના કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામમાં જામજોધપુરની એ.વી.ડી.એસ. કોલેજની ગૌરવપૂર્ણ ભાગીદારી.

ગુજરાત સરકારના કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામમાં જામજોધપુરની એ.વી.ડી.એસ. કોલેજની ગૌરવપૂર્ણ ભાગીદારી.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં નવાચાર, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે આયોજિત રાજ્યકક્ષાના કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામમાં જામજોધપુરની એ.વી.ડી.એસ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે ઉત્સાહભેર ભાગ લઈને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા તા. 22 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ સ્થિત નૉલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા, વિદ્યાર્થીઓમાં નવાચારની ભાવના વિકસાવવા તેમજ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

આ પ્રતિષ્ઠિત રાજ્યકક્ષાના તાલીમ કાર્યક્રમમાં એ.વી.ડી.એસ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તરફથી અધ્યાપિકા ડૉ. સુનિતાબેન કંઝારીયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમની આગેવાની હેઠળ કોલેજની તેજસ્વી વિદ્યાર્થિનીઓ ટ્વિન્કલ કે. બરડિયાવદરા અને પૂનમ એમ. શિંગરખીયાએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

પ્રશિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને "સ્ટુડન્ટ્સ એન્ડ મેન્ટર્સ ફોર સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ઇકોસિસ્ટમ" વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, સ્ટાર્ટઅપ શરૂ કરવા માટેની પ્રક્રિયા, નવીન વિચારોને વ્યવસાયમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ, ઇનોવેશન ક્લબની કામગીરી, મેન્ટરશિપ, ઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભરતા જેવા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ કોલેજોના પ્રતિનિધિઓ સાથે વિચારવિમર્શ અને અનુભવની આપ-લે થવાથી વિદ્યાર્થીઓને નવી દિશામાં વિચારવાની પ્રેરણા મળી હતી. આ પ્રકારના તાલીમ કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નેતૃત્વ ક્ષમતા અને સમસ્યાના નવીન ઉકેલો શોધવાની વિચારસરણી વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સફળ ભાગીદારી બાદ પરત ફરેલા અધ્યાપિકા અને વિદ્યાર્થિનીઓનું કોલેજ પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી મંડળ, પ્રાધ્યાપક મંડળ અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફે તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અલ્કેશ વાછાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ્ઞાન નહીં, પરંતુ નવી ટેક્નોલોજી, સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રની આધુનિક માહિતી પણ પ્રાપ્ત થાય તે માટે કોલેજ સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના વિવિધ સેમિનાર, વર્કશોપ અને તાલીમ કાર્યક્રમોમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં કોલેજની ભાગીદારીથી વિદ્યાર્થીઓને નવા વિચારો, નવી તકો અને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે જોડાઈને ભવિષ્યમાં નવી સિદ્ધિઓ હાંસલ કરવાની પ્રેરણા મળી હોવાનું કોલેજ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ