જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૨૭ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર કેશોદમાં ઘરફોડ અને બાઇક ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ, ચાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા.

કેશોદમાં ઘરફોડ અને બાઇક ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ, ચાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા.

કેશોદ: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં યોગેશ્વરધામ સોસાયટી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને બે બાઇક ચોરીની ઘટનાનો કેશોદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલો 100 ટકા મુદ્દામાલ પણ કબજે કરીને ઝડપી અને અસરકારક કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ, યોગેશ્વરધામ વિસ્તારમાં આવેલી દુકાનમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ચોરોએ દુકાનમાંથી રોકડા રૂપિયા 12 હજારની ચોરી કરી હતી. ઉપરાંત નજીકમાં પાર્ક કરેલી બે મોટરસાયકલની પણ ચોરી કરીને કુલ રૂ.57 હજારના મુદ્દામાલની ચોરી આચરી હતી. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક સબોપ ઓડેદરા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ઘાંધલ્યાના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, ખાનગી બાતમી અને નૈત્રમ શાખાની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

તપાસ દરમિયાન માહિતી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ જુનાગઢના ભવનાથ વિસ્તારમાં ચોરીના મુદ્દામાલ સાથે હાજર છે અને બહારગામ ભાગવાની તૈયારીમાં છે. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કેશોદમાં થયેલી ચોરી અને બાઇક ચોરીની ઘટનામાં સંડોવણી કબૂલી હોવાનું પોલીસે જણાવ્યું છે.

ઝડપાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના અલીરાજપુર અને ધાર જિલ્લાના રહેવાસી થાવરિયા બહાદુરસિંગ બગેલ (31), રજન બાવલિયા મિનાવા (23), મોહન ભિતિયા અલાવા (30) અને મુકેશ મંગુસિંગ બગેલ (23)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મજૂરીકામ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી બે ચોરાયેલી મોટરસાયકલ, રોકડા રૂ.12 હજાર અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.62 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી, પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા સહિત કેશોદ પોલીસ સ્ટાફ અને નૈત્રમ શાખાની સંયુક્ત ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ