જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર રાજકોટ-મોરબીમાં IT વિભાગના દરોડા: 11 સ્થળોએ તપાસથી ખળભળાટ.

રાજકોટ-મોરબીમાં IT વિભાગના દરોડા: 11 સ્થળોએ તપાસથી ખળભળાટ.

રાજકોટ-મોરબીમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને નાણાકીય લેવડ-દેવડ સાથે સંકળાયેલા હોવાની આશંકા વચ્ચે IT વિભાગની ટીમો દ્વારા 11 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, વિદેશમાં પ્રોપર્ટી ખરીદી, વિદેશી ફંડ ટ્રાન્સફર અને અન્ય નાણાકીય વ્યવહારોને લઈને વિભાગને શંકાસ્પદ વિગતો મળી હતી. જેના આધારે અલગ-અલગ સ્થળોએ એકસાથે તપાસ શરૂ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન નાણાકીય દસ્તાવેજો, વ્યવહારો અને વિદેશી રોકાણ સંબંધિત રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. વિદેશમાં કરવામાં આવેલા રોકાણ અને ફંડ ટ્રાન્સફરમાં નિયમોના ભંગ અથવા કરચોરી થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

હાલમાં IT વિભાગની કાર્યવાહી ચાલુ હોવાથી મોટી કરચોરી અથવા બેનામી નાણાકીય વ્યવહારો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે ચોક્કસ વિગતો અને નાણાકીય ગેરરીતિનો આંકડો સામે આવશે.

રાજકોટ-મોરબીમાં એકસાથે 11 સ્થળોએ IT વિભાગની તપાસને પગલે નાણાકીય અને વેપારી વર્તુળોમાં ભારે ખળભળાટ મચ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ