જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૬૩ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર જામનગરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, ₹1.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે.

જામનગરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, ₹1.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે.

જામનગર શહેરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન, મોટરસાઇકલ અને જુગારના સાધનો સહિત કુલ ₹1,52,850નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, એલ.સી.બી. સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર અને કિશોરભાઈ પરમારને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના વાંબે આવાસ બ્લોક નં. 2 નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં કેટલાક શખ્સો જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસે ₹17,850 રોકડ, જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ઘોડી પાસા (2 નંગ), બે મોટરસાઇકલ (કિંમત અંદાજે ₹1,00,000) તેમજ 7 મોબાઇલ ફોન (કિંમત અંદાજે ₹35,000) મળી કુલ ₹1,52,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે ઘનશ્યામભાઈ ડેરવાળીયાની ફરિયાદના આધારે એ.એસ.આઈ. અરજણભાઈ કોડીયાતર દ્વારા સંબંધિત આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ

  • અસલમભાઈ અબ્બાસભાઈ બાબવાણી (ઉ.વ. 42), રહે. વાંબે આવાસ, જામનગર
  • નવસાદભાઈ વલીમામદભાઈ સુધાગુનીયા સુમરા (ઉ.વ. 48), રહે. ગુલાબનગર, જામનગર
  • જાવેદભાઈ જુનુસભાઈ સુંભાણીયા વાઘેર (ઉ.વ. 38), રહે. ધરારનગર-2, પંજેતની ચોક, જામનગર
  • સામળાભાઈ કારાભાઈ સઠીયા ગઢવી (ઉ.વ. 38), રહે. વાંબે આવાસ, જામનગર
  • ફિરોજભાઈ કાદરભાઈ સોહરવર્દી ફકીર (ઉ.વ. 32), રહે. વાંબે આવાસ, જામનગર
  • કાદરભાઈ અબ્બાસભાઈ બાબવાણી સુમરા (ઉ.વ. 38), રહે. ધરારનગર-2, જામનગર
  • રહીમભાઈ જુસબભાઈ બાબવાણી સુમરા (ઉ.વ. 36), રહે. કનસુમરાગામ, તા.-જી. જામનગર

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા તેમજ જામનગર એલ.સી.બી.ની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે જિલ્લામાં સતત કાર્યવાહી ચાલુ રાખવાની પણ સ્પષ્ટતા કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ