જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૩ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર કેશોદ પોલીસે ધ્રાબાવડમાં જુગારનો અખાડો ઝડપી પાડ્યો.

કેશોદ પોલીસે ધ્રાબાવડમાં જુગારનો અખાડો ઝડપી પાડ્યો.

6 આરોપીઓની અટકાયત, રોકડ સહિત રૂ.58,110નો મુદ્દામાલ જપ્ત

કેશોદ: જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કેશોદ પોલીસે ધ્રાબાવડ ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.58,110નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, કેશોદ પોલીસને બાતમી મળી હતી કે ધ્રાબાવડ ગામની આથમણી સીમમાં બાધુભાઈ મોહનભાઈ પરમારની વાડીમાં આવેલી ઓરડીમાં કેટલાક ઇસમો ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાધુભાઈ પરમાર પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસને જોઈને કેટલાક ઇસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તમામને ઝડપી પાડી પૂછપરછ કરતાં કુલ 6 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓ

  1. બાધુભાઈ મોહનભાઈ પરમાર, ઉંમર 37 વર્ષ, રહે. ધ્રાબાવડ
  2. દેવશીભાઈ સામતભાઈ રાઠોડ, ઉંમર 43 વર્ષ, રહે. મેંદરડા
  3. મહેશભાઈ કાનાભાઈ જમોડ, ઉંમર 37 વર્ષ, રહે. ધ્રાબાવડ
  4. સવદાસભાઈ હાથીયાભાઈ કારાવદરા, ઉંમર 45 વર્ષ, રહે. કેશોદ
  5. પરસોતમભાઈ ખીમજીભાઈ ગોરડ, ઉંમર 64 વર્ષ, રહે. કેશોદ
  6. વાલાભાઈ ખીમાભાઈ કારેથા, ઉંમર 74 વર્ષ, રહે. ખોરોસા

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.17,110ની રોકડ રકમ તથા રૂ.41,000ની કિંમતના 5 મોબાઈલ ફોન મળી કુલ રૂ.58,110નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર તપાસ એએસઆઈ શબ્બીરભાઈ દલ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

 

રિપોર્ટર શોભના બાલસ કેશોદ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ