જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧૭ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર માધવપુર ઘેડમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ, ₹5,250ની રોકડ અને ગંજીફાના પત્તા કબજે.

માધવપુર ઘેડમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ, ₹5,250ની રોકડ અને ગંજીફાના પત્તા કબજે.

માધવપુર ઘેડ:
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામના વણકર વાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ₹5,250ની રોકડ રકમ તેમજ ગંજીફાના પત્તા કબજે કર્યા હતા.

મળતી માહિતી મુજબ, ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ નાગાભાઈ, રામભાઈ અને ધર્મેશભાઈને ખાનગી બાતમી મળી હતી કે વણકર વાસ વિસ્તારમાં કેટલીક મહિલાઓ જાહેરમાં જુગાર રમી રહી છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસે ચાર મહિલાઓને જાહેરમાં જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી હતી. તેમની પાસેથી ₹5,250ની રોકડ રકમ તેમજ જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ગંજીફાના પત્તા કબજે કરવામાં આવ્યા હતા.

આ મામલે પોલીસે જુગારધારા (કલમ-12) હેઠળ ગુનો નોંધી ચારેય મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે કબજે કરાયેલ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં જાહેરમાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચાલી રહ્યું છે અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ