જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૭૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

સબરસ ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 7નાં મોત, અનેક ઇજાગ્રસ્ત.

ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 7નાં મોત, અનેક ઇજાગ્રસ્ત.

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે ભારે જાનહાનિ સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રયાગરાજની SRN હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે દાઝેલી એક મહિલાની સારવાર ચાલી રહી છે.

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ 2 કિલોમીટર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવા અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.

પ્રાથમિક તબક્કે વિસ્ફોટનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ