જાહેરાત
તાજા સમાચાર
સુકામેવાના ભાવમાં ભડકો: કિસમિસ 80%, બદામ 20% અને એલચી 30% મોંઘી. | વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો સંગઠનાત્મક ફેરફારની તૈયારી | શેરબજારમાં નબળાઈ, સેન્સેક્સ ૧૦૦થી વધુ પોઈન્ટ ઘટ્યો; ઓટો-મેટલ શેરોમાં વેચવાલી. | વિસાવદરમાં જૂની ટ્રેન સુવિધાઓ શરૂ કરો, પછી બ્રોડગેજના બણગાં ફૂંકો: જાગૃત નાગરિકોનો આક્રોશ. | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડા પહોંચ્યા, ગુજરાતી સમુદાય સાથે સત્કાર સમારોહમાં સંવાદ. | ભાણવડમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની નવી ટીમની રચના, કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ. | જામનગરમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણીનો પ્રારંભ, વિદ્યાર્થીઓની વિશાળ રેલી યોજાઈ. | ધોરાજીમાં ૯૬૪ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ અને બે મહિલાઓ ઝડપાયા. | તારીખ : ૨૫/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | ૨૫ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ તેરસનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૭૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર ભાણવડમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની નવી ટીમની રચના, કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ.

ભાણવડમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની નવી ટીમની રચના, કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ.

ભાણવડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની નવી ટીમની રચના કરવામાં આવી છે. જિલ્લા સમન્વય બેઠક અંતર્ગત દ્વારકા ખાતે યોજાયેલી બેઠકમાં હિન્દુ હિત, હિન્દુત્વ જાગરણ અને સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે ચિંતન-મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન ભાણવડના અનેક કાર્યકરોને જિલ્લા સ્તરે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવતા ભાણવડ ખાતે સંગઠનની નવી ટીમની રચના કરવામાં આવી છે.

જિલ્લા ટીમમાં ભાણવડના નિમિષ ઘેલાણીને જિલ્લા વિશેષ સંપર્ક પ્રમુખ, મગનભાઈ જોશીને જિલ્લા સેવા પ્રમુખ અને વિજય જોશીને જિલ્લા મીડિયા પ્રસાર-પ્રચાર સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને ગૌશાળાઓ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી કિરણબેન અત્રીનો પણ જિલ્લા ટીમમાં જિલ્લા માતૃશક્તિ સહસંયોજિકા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કાર્યકરોને જવાબદારી આપીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

ભાણવડ શહેર સમિતિમાં ધર્મેશભાઈ જોગીયાને શહેર અધ્યક્ષ, લખન કેશવાલાને શહેર ઉપાધ્યક્ષ, રશ્મિન રાડિયાને શહેર મંત્રી, હાર્દિક કોટેચાને શહેર સહમંત્રી, વીરાંગ વૈષ્ણવીને શહેર સંપર્ક પ્રમુખ, રાકેશભાઈ પઢિયારને સામાજિક સમરસતા પ્રમુખ અને ભરત પોપટને શહેર સેવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભાણવડ પ્રખંડ સમિતિમાં હેમાંશુ સૂચકને પ્રખંડ અધ્યક્ષ, યસ જોશીને ઉપાધ્યક્ષ, ચેતન વાઘેલાને મંત્રી અને કિશોરભાઈ ચપલાને સહમંત્રી બનાવવામાં આવ્યા છે.

પ્રખંડ ટીમમાં પિયુષભાઈ જાનીને ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ, જુવાનસિંહ જાડેજાને ગૌ સંવર્ધન પ્રમુખ, કિશોર રાઠોડને સામાજિક સમરસતા પ્રમુખ, અજય ભૂંડીયાને સત્સંગ પ્રમુખ, હમીર મોરીને બજરંગ દળ સંયોજક, હીત જોગીયાને બજરંગ દળ સહસંયોજક, જયદીપ થાનકીને બજરંગ દળ સહસંયોજક અને પાર્વતીબેન નકુમને માતૃશક્તિ સંયોજિકા તરીકે જવાબદારી આપવામાં આવી છે. ભાણવડની નવી ટીમની રચનાને સ્થાનિક ધાર્મિક સંસ્થાઓ, ચેમ્બર તેમજ ભાજપ સહિતના વિવિધ સંગઠનો દ્વારા આવકારવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ