જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૪૩ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ક્રાઇમ ધોરાજીમાં ૯૬૪ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ અને બે મહિલાઓ ઝડપાયા.

ધોરાજીમાં ૯૬૪ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ અને બે મહિલાઓ ઝડપાયા.

રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે ધોરાજીમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં એક શખ્સ અને બે મહિલાઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. જામકંડોરણા રોડ પર બંસીધર પેકેજીંગ નજીક સફેદ રંગની અર્ટિગા કારમાં માદક પદાર્થની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે કારમાંથી ૯૬૪ ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે.

 

પોલીસની કાર્યવાહી દરમિયાન અર્ટિગા કારમાં સવાર મકસુદ મોહમદ ગરાણા, હવાબાઇ ઉર્ફે નજમા ગરાણા, બંને રહે. ધોરાજી, તેમજ રૂમાના યુસુફભાઈ ગુદ્દા, રહે. ઉપલેટાની ધરપકડ કરવામાં આવી હતી. કારમાં બેઠેલી એક મહિલાના ખોળામાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર FSLના અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવતા જપ્ત કરાયેલો પદાર્થ ગાંજો હોવાનું પુષ્ટિ કરવામાં આવી હતી.

પોલીસે સમગ્ર કાર્યવાહીમાં રૂ. ૪૮,૨૦૦ની કિંમતનો ૯૬૪ ગ્રામ ગાંજો, બે મોબાઈલ ફોન જેમાં એપલ આઈફોન અને રેડમી ફોનનો સમાવેશ થાય છે, આધારકાર્ડ તેમજ આશરે રૂ. ૫ લાખની કિંમતની અર્ટિગા કાર સહિત કુલ રૂ. ૫,૯૮,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ આ ગાંજાનો જથ્થો બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા સાજીદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડીયા પાસેથી ભાગીદારીમાં વેચાણ કરવાના હેતુથી લાવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે સાજીદ ઉર્ફે ભીખોને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર નશીલા પદાર્થના નેટવર્ક અંગે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ