જાહેરાત
તાજા સમાચાર
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ABVPનું જામનગરમાં પ્રદર્શન. | ભારતીય નૌકાદળને રૂ. 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘કામિકાઝ’ ડ્રોનની મંજૂરી. | બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય, ફરી મૂશળધાર વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. | જામનગરના દિગ્જામ સર્કલ પાસે ખુલ્લી કેનાલ જોખમી બની, તૂટેલી લોખંડની જાળીથી અકસ્માતનો ભય. | જામનગર જિલ્લા જેલની રાજકોટ રેન્જ આઈજી દ્વારા મુલાકાત: સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા. | દેશભક્તિના રંગે રંગાયું અમદાવાદ: એક લાખથી વધુ નગરજનો સાથે ભવ્ય તિરંગા યાત્રા. | તારીખ : ૧૩/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | જામનગરમાં તિરંગાના રંગે ઝળહળ્યાં ઐતિહાસિક ભૂજિયો કોઠો અને રણમલ તળાવ. | બેટ દ્વારકા મંદિરે ધજાની રકમ વધારાતા વિવાદ: સ્થાનિક ટ્રસ્ટી, ગુગળી 505 અને પંડાસભાનો વિરોધ, ટ્રસ્ટે ઠરાવનો બચાવ કર્યો. | 13 ઓગસ્ટ, ગુરુવાર અને શ્રાવણ સુદ એકમનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામનગરના દિગ્જામ સર્કલ પાસે ખુલ્લી કેનાલ જોખમી બની, તૂટેલી લોખંડની જાળીથી અકસ્માતનો ભય.

જામનગરના દિગ્જામ સર્કલ પાસે ખુલ્લી કેનાલ જોખમી બની, તૂટેલી લોખંડની જાળીથી અકસ્માતનો ભય.

જામનગરના દિગ્જામ સર્કલ નજીક ઓવરબ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર ગંભીર જોખમ ઉભું થયું છે. આ સર્વિસ રોડ આગળ 80 ફૂટ રોડ સાથે જોડાય છે અને આ માર્ગ પર આવેલી કેનાલ ઉપર સુરક્ષા માટે લોખંડની જાળીઓ લગાવવામાં આવી છે. જોકે, હાલ આ લોખંડની જાળીઓ તૂટી જતાં કેનાલ ખુલ્લી અને જોખમી બની છે.

રસ્તા પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. સાથે જ રાહદારીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. કેનાલ ઉપર લગાવવામાં આવેલી જાળી તૂટી જવાથી ખાસ કરીને રાત્રિના સમયે અઘટિત ઘટના બનવાની શક્યતા વધી છે. અંધારામાં તૂટેલી જાળી નજરે ન પડવાથી કોઈ વાહનચાલક કે રાહદારી કેનાલમાં પડી જાય તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેનાલ ઉપરની સુરક્ષા વ્યવસ્થા લાંબા સમયથી નબળી સ્થિતિમાં હોવાનું જોવા મળી રહ્યું છે. જાહેર માર્ગની બાજુમાં આવેલી કેનાલ પર સુરક્ષા માટે લગાવવામાં આવેલી જાળીનો હેતુ જ અકસ્માત અટકાવવાનો છે, પરંતુ જાળી તૂટી ગયા બાદ તેની તાત્કાલિક મરામત કરવામાં નહીં આવે તો ગંભીર પરિણામ આવી શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થળે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી બની છે.

આ અંગે જામનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી કેનાલ ઉપર નવી અને મજબૂત લોખંડની જાળી ફિટિંગ કરાવવી જરૂરી છે. જ્યાં સુધી કાયમી સમારકામ ન થાય ત્યાં સુધી બેરિકેડ અથવા ચેતવણીના સૂચક બોર્ડ લગાવી લોકોને જોખમથી દૂર રાખવા પણ જરૂરી છે. જાહેર માર્ગ પર આવી જોખમી સ્થિતિ હોવા છતાં જો કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ હવે ઉઠી રહ્યો છે.

જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. અકસ્માત બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે અગાઉથી જ જોખમી સ્થળોની ઓળખ કરી જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તો મોટી દુર્ઘટના ટાળી શકાય. દિગ્જામ સર્કલ નજીકની આ તૂટેલી જાળી તાત્કાલિક ફિટિંગ કરી કેનાલને સુરક્ષિત બનાવવામાં આવે તેવી લોકમાંગ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ