જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧૪ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર જામનગરમાં પાણી માટે લોકો વલખાં મારે, મનપાના કમ્પાઉન્ડમાં હજારો લીટર પાણીનો વેડફાટ!.

જામનગરમાં પાણી માટે લોકો વલખાં મારે, મનપાના કમ્પાઉન્ડમાં હજારો લીટર પાણીનો વેડફાટ!.

હાઇડન્ટની પાઇપ તૂટી જતા મોટી માત્રામાં પાણી વહી ગયું; તૂટેલી પાઇપ તાત્કાલિક રિપેર કરાવવાની માંગ

જામનગર: જામનગર શહેરમાં એક તરફ કેટલાક વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખુદ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ પાણીનો બેફામ વેડફાટ થતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. મનપા કમ્પાઉન્ડમાં હાઇડન્ટની પાઇપ તૂટી જતાં મોટી માત્રામાં પાણી સતત વહી રહ્યું છે.

હાઇડન્ટની પાઇપમાં ભંગાણ સર્જાતા પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. જેના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું હોવાનો અંદાજ છે. પાણી જેવી અમૂલ્ય કુદરતી સંપત્તિનો આ રીતે બગાડ થતો હોવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવ્યું ન હોવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

 

એક તરફ પાણીની અછત, બીજી તરફ બેફામ વેડફાટ

જામનગરના કેટલાક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની ફરિયાદો વચ્ચે મનપાના જ કમ્પાઉન્ડમાં પાણીનો આ પ્રકારનો વેડફાટ જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરિકોને પાણી બચાવવાની અપીલ કરતું તંત્ર પોતાના જ પરિસરમાં પાણીનો બગાડ રોકવામાં કેટલું સક્રિય છે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

તાત્કાલિક પાઇપ રિપેર કરવાની માંગ

 

સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા તૂટેલી હાઇડન્ટ પાઇપનું તાત્કાલિક રિપેરિંગ કરાવી પાણીનો વધુ બગાડ અટકાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મનપાના પાણી સંબંધિત સાધનો અને પાઇપલાઇનનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

પાણીની એક-એક બુંદની કિંમત સમજાવતું તંત્ર પોતાના જ કમ્પાઉન્ડમાં થતો આ પાણીનો બગાડ ક્યારે અટકાવે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ