જાહેરાત
તાજા સમાચાર
તહેવારો પહેલા ખાંડના ભાવમાં ઉછાળો, સરકારનો કડક નિર્ણય! 15 દિવસથી વધુ સ્ટોક રાખવા પર પ્રતિબંધ. | જામનગરમાં ABVP દ્વારા 110 મીટર લાંબા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા. | સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર રિકવરીઃ IT અને બેન્કિંગ શેરોમાં લેવાલીથી બજાર 500 પોઈન્ટ ઉછળ્યું. | જામનગરમાં રસ્તા પરના દબાણ સામે પોલીસની કાર્યવાહી. | માધવપુર ઘેડમાં જાહેર શૌચાલયનો અભાવ, 25 હજારથી વધુ લોકો અને 15 ગામના રહેવાસીઓ-યાત્રાળુઓ પરેશાન. | કેશોદ પોલીસે ધ્રાબાવડમાં જુગારનો અખાડો ઝડપી પાડ્યો. | દ્વારકા તાલુકામાં ઘાસચારા વિતરણનો પ્રારંભ. | તારીખ : ૨૦/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | જાણો, તા. ૨૦ ઓગસ્ટ, ગુરૂવાર અને શ્રાવણ સુદ આઠમનું રાશિફળ. | આજનો ઈતિહાસ : ૨૦ ઓગસ્ટ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૩ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું શહેર જામનગરમાં રસ્તા પરના દબાણ સામે પોલીસની કાર્યવાહી.

જામનગરમાં રસ્તા પરના દબાણ સામે પોલીસની કાર્યવાહી.

જામનગર: શહેરમાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બનતા દબાણો અને ગેરકાયદેસર પાર્કિંગ સામે જામનગર સિટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રસ્તા પર અવરોધરૂપ બનતી લારીઓ તેમજ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનતા દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા તત્વોને પણ હટાવવામાં આવ્યા હતા.

 

ખાસ કરીને જી.જી. સરકારી હોસ્પિટલ વિસ્તારમાં જાહેર જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા અસામાજિક તત્વો સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી. હોસ્પિટલ આસપાસની વ્યવસ્થા અને જાહેર માર્ગ પર અવરજવર સરળ બને તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નો-પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરનારા વાહનચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નંબર વગરના વાહનો તેમજ નિયમ વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ લગાવેલા વાહનો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

જાહેર માર્ગો પર દબાણ ન કરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને નો-પાર્કિંગ વિસ્તારમાં વાહન ન મૂકવા પોલીસ દ્વારા વાહનચાલકો તથા શહેરીજનોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ