જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર કેશોદમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવતી GRD કર્મચારી સામે પોલીસની કાર્યવાહી.

કેશોદમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવતી GRD કર્મચારી સામે પોલીસની કાર્યવાહી.

કેશોદ શહેરમાં ખાખી વર્ધી પહેરીને નંબર પ્લેટ વગર વાહન ચલાવતી યુવતીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટામાં યુવતીના વાહનની પાછળની નંબર પ્લેટ ન હોવાનું ધ્યાન પર આવતા કેશોદ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને કાયદો તમામ માટે સમાન રીતે લાગુ પડે તે હેતુથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા વાયરલ થયેલા ફોટાના આધારે વાહન અને તેને ચલાવતી યુવતી અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવતી કેશોદ ખાતે GRDમાં ફરજ બજાવતી કડવી જોરા નામની કર્મચારી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સમગ્ર મામલે નિયમ મુજબ કાર્યવાહી કરી યુવતીને વાહનના નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો હતો. પોલીસની તાત્કાલિક તપાસ અને કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા કર્મચારીઓ માટે પણ નિયમોમાં કોઈ છૂટછાટ રાખવામાં આવતી નથી.

 

સામાન્ય નાગરિક હોય કે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ કર્મચારી, વાહન ચલાવતી વખતે જરૂરી દસ્તાવેજો અને નંબર પ્લેટ સહિતના તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાને માત્ર અવગણવાને બદલે પોલીસ દ્વારા તેની નોંધ લઈ તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવતા પોલીસની સતર્કતા અને જવાબદારીપૂર્વકની કામગીરી જોવા મળી છે.

કેશોદ પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે અને વાહનમાં આગળ-પાછળ નિયમ મુજબ નંબર પ્લેટ લગાવેલી હોય તેની ખાસ તકેદારી રાખે.

 

રિપોર્ટર:- શોભના બાલાષ કેશોદ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ