જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧૩ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જોડીયા તાલુકાના બાદનપર ગામે જુગાર પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 9 જુગારીઓ ઝડપાયા.

જોડીયા તાલુકાના બાદનપર ગામે જુગાર પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 9 જુગારીઓ ઝડપાયા.

જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાદનપર ગામે કોબાની સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 1,52,300, મોબાઇલ ફોન તેમજ મોટરસાયકલો સહિત કુલ રૂપિયા 5,02,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ જુગારના આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ ટીમની આ કાર્યવાહીને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની સક્રિય કામગીરી તરીકે જોવામાં આવી રહી છે. પોલીસે જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી પણ સૂચના આપી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ