જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૩ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જામકંડોરણા નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા, ₹2.73 લાખનો મુદ્દામાલ જપ્ત.

જામકંડોરણા નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા, ₹2.73 લાખનો મુદ્દામાલ જપ્ત.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારના થોરડી ગામથી રામપર રોડ પર આવેલી એક વાડીની ઓરડીમાં ચાલી રહેલા જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે.

દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા ₹1,28,300, મોબાઇલ ફોન તેમજ વાહનો સહિત કુલ ₹2,73,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીઓની અટકાયત કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ