જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧૪ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર ભાણવડમાં ગૌશાળા નજીકથી રિક્ષામાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો, ₹1.20 લાખનો મુદ્દામાલ કબજે.

ભાણવડમાં ગૌશાળા નજીકથી રિક્ષામાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો, ₹1.20 લાખનો મુદ્દામાલ કબજે.

 ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શીવાગામની ગૌશાળા નજીક જાહેર રોડ પરથી પસાર થતી એક પેસેન્જર રિક્ષામાંથી દેશી પીવાના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે શીવાગામની ગૌશાળા પાસે જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ પેસેન્જર રિક્ષાની તપાસ કરવામાં આવતા તેમાંથી દેશી પીવાના દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

 

પોલીસે દારૂનો જથ્થો તેમજ રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ભાણવડ પોલીસની આ કાર્યવાહીને પગલે દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ