જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૭૦ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર જામનગરના ચકચારજનક પ્રેમપ્રકરણનો ફિલ્મી અંત: બે વર્ષ બાદ કંકાલ મળતાં ભેદ ઉકેલાયો.

જામનગરના ચકચારજનક પ્રેમપ્રકરણનો ફિલ્મી અંત: બે વર્ષ બાદ કંકાલ મળતાં ભેદ ઉકેલાયો.

પરિવારને કહ્યું પતિ ઓસ્ટ્રેલિયા ગયો છે, હકીકતમાં કારખાનામાં 12 ફૂટ નીચે દફનાવ્યો હતો મૃતદેહ

જામનગર: જામનગર જિલ્લામાં બે વર્ષથી ગુમ થયેલા યુવાનના કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પ્રાથમિક પોલીસ તપાસ મુજબ, પ્રેમ સંબંધમાં પત્નીએ પોતાના પ્રેમી અને અન્ય એક વ્યક્તિની મદદથી પતિને કથિત રીતે સાઇનાઇડ પીવડાવી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક કારખાનાના શેડમાં અંદાજે 12 ફૂટ ઊંડે દાટી દેવાયો હતો.

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી પત્નીએ પોતાના પતિ ઓસ્ટ્રેલિયા ગયા હોવાનું કહી પરિવારજનોને બે વર્ષ સુધી ગેરમાર્ગે દોર્યા હતા. જોકે પોલીસની સઘન તપાસ દરમિયાન સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.

ક્રાઇમ સીનનું પુનઃનિર્માણ, ખોદકામમાં મળ્યો માનવ કંકાલ

પોલીસે આરોપીઓની પૂછપરછના આધારે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ક્રાઇમ સીનનું પુનઃનિર્માણ કર્યું હતું. વિડિયોગ્રાફીની હાજરીમાં JCB અને ડ્રિલ મશીનની મદદથી ખોદકામ હાથ ધરવામાં આવ્યું, જેમાં જમીનની અંદરથી માનવ કંકાલ મળી આવ્યો હતો.

કંકાલને ફોરેન્સિક તપાસ અને DNA પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. મૃતદેહની ઓળખ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે અંતિમ રીતે સ્પષ્ટ કરવામાં આવશે.

 

પત્ની સહિત ત્રણ સામે હત્યાનો ગુનો નોંધાયો

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતોના આધારે પોલીસે મૃતકની પત્ની, તેના કથિત પ્રેમી અને અન્ય એક સહઆરોપી સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસની સઘન તપાસ યથાવત

પોલીસ હાલમાં હત્યામાં વપરાયેલા ઝેરી પદાર્થ, ઘટનાનો ચોક્કસ સમય, પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ અને સમગ્ર ષડયંત્રની કડીને જોડવા માટે તપાસ આગળ ધપાવી રહી છે.

નોંધ: પોલીસે પ્રાથમિક તપાસના આધારે કાર્યવાહી કરી છે. આરોપીઓ સામેના આક્ષેપો અંગે અંતિમ સત્ય ન્યાયિક પ્રક્રિયા અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ