જાહેરાત
તાજા સમાચાર
જામનગર રેલવે પોલીસની કાર્યવાહી: વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપાયા. | જામનગરના બિલ્ડરની આત્મહત્યા કેસમાં 11 સામે ગુનો, 153 કરોડની મિલકતો પચાવી પાડ્યાનો આક્ષેપ. | વેનેઝુએલા સાથે અમેરિકાની ઐતિહાસિક ઓઈલ ડીલનો ટ્રમ્પનો દાવો. | નેપાળમાં જળપ્રલયથી મૃત્યુઆંક 600ની નજીક, 2,500થી વધુ લોકો હજુ ગુમ. | સણખલા ગામમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા. | તારીખ : ૨૯/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | શ્રી ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પાવન કથા. | કેશોદ-જૂનાગઢમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા વધી, પિયત આપીને પાક બચાવવાના પ્રયાસો. | નેપાળમાં ફરી પૂરનો ખતરો, તિબેટ તરફથી વધુ પાણી આવવાની ચેતવણી બાદ હાઈ એલર્ટ. | કેશોદમાં ‘ભારત કો જાણો ક્વિઝ-2026’નું સફળ આયોજન, 2,500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૮ વાર જોવાયેલ 55 મિનિટ પેહલા

મારું શહેર સણખલા ગામમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા.

સણખલા ગામમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા.

ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ શખ્સોને ભાણવડ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂ. 10,700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના અનુસંધાને ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. કોઠીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એમ. ગોરફાડના માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને મળેલી બાતમીના આધારે તા. 21 ઓગસ્ટ, 2026ના રોજ સણખલા ગામમાં આવેલા શણખ્તેશ્વર મહાદેવ મંદિર નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક લોકો ગંજીપત્તાના પાનાં વડે રૂપિયા લગાવી 'તીન પત્તી' જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પર દરોડો પાડી ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં:

  • રામભાઈ ભીખાભાઈ કરમુર (ઉ.વ. 30)
  • જયેશભાઈ રામશીભાઈ કરમુર (ઉ.વ. 26)
  • પ્રવિણભાઈ વીરાભાઈ કરમુર (ઉ.વ. 40)

ત્રણે આરોપીઓ સણખલા ગામના રહેવાસી છે અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ. 10,700નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કાર્યવાહી એએસઆઈ ડી.જે. ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મિલનભાઈ ભંભાણા, મેરામણભાઈ કનારા તથા કોન્સ્ટેબલ દશરથસિંહ જાડેજા સહિતની પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ