જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૨ વાર જોવાયેલ 49 મિનિટ પેહલા

મારું શહેર ભાણવડ પોલીસના બે અધિકારીઓનું DGP દ્વારા સન્માન.

ભાણવડ પોલીસના બે અધિકારીઓનું DGP દ્વારા સન્માન.

ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી બદલ PI કે.જે. કરપડા અને મહિલા PSI બી.કે. કડછાનું સન્માન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં અગાઉ નિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ બજાવી ચૂકેલા કર્મઠ પોલીસ અધિકારી PI કે.જે. કરપડા અને મહિલા PSI બી.કે. કડછાની ગેરકાયદે ખનન સામેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના DGP જ્ઞાનેશ્વર મલિક દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. બંને અધિકારીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવતા સમગ્ર જિલ્લા પોલીસ દળમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ, બંને પોલીસ અધિકારીઓએ પોતાની ફરજ દરમિયાન ગેરકાયદે ખનન કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ત્રણ ટ્રેક્ટર અને એક JCB મશીન સહિત અંદાજે રૂ. 15.50 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. ગેરકાયદે ખનન જેવી પ્રવૃત્તિ સામે અસરકારક કાર્યવાહી કરી સરકારી સંપત્તિના રક્ષણ માટે કરાયેલી કામગીરીની પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવી હતી.

આ ઉત્કૃષ્ટ કામગીરીની કદરરૂપે રાજ્યના DGP જ્ઞાનેશ્વર મલિકે PI કે.જે. કરપડા અને મહિલા PSI બી.કે. કડછાનું શીલ્ડ આપી સન્માન કર્યું હતું.

પોલીસ અધિકારીઓની નિષ્ઠા, પ્રમાણિકતા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામેની કડક કામગીરીને બિરદાવવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દળમાં પણ ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ