જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦૮ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર વિસાવદર નગરપાલિકામાં ₹5 લાખની સફાઈ ગ્રાન્ટમાં ગેરરીતિના આક્ષેપ, ખોટા બિલ-વાઉચર બનાવી લાખોની ઉચાપતની ફરિયાદ.

વિસાવદર નગરપાલિકામાં ₹5 લાખની સફાઈ ગ્રાન્ટમાં ગેરરીતિના આક્ષેપ, ખોટા બિલ-વાઉચર બનાવી લાખોની ઉચાપતની ફરિયાદ.

વિસાવદર:
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં વિશેષ સ્વચ્છતા અભિયાન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટના ઉપયોગને લઈને વિસાવદર નગરપાલિકા વિવાદમાં આવી છે. નગરપાલિકાને મળેલી ₹5 લાખની સફાઈ ગ્રાન્ટમાં વ્યાપક ગેરરીતિ અને નાણાકીય ઉચાપત થઈ હોવાના ગંભીર આક્ષેપો નગરપાલિકાના સભ્યો તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે શહેરના તમામ વિસ્તારોમાં વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવા માટે આ ગ્રાન્ટ ફાળવી હતી. યોજના મુજબ શહેરના છ વોર્ડમાં વધારાના હંગામી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવાની તેમજ કચરાના ઉપાડ માટે ટ્રેક્ટર સહિતની વાહન વ્યવસ્થા ભાડે રાખવાની જોગવાઈ હતી.

 

આક્ષેપો મુજબ, વિસાવદર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને સેનિટેશન ઈન્સ્પેક્ટર દ્વારા કોઈ સત્તાવાર ઠરાવ કર્યા વગર તથા ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના અમરેલીની એક ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, નિયમ અનુસાર 12 હંગામી સફાઈ કર્મચારીઓ અને ટ્રેક્ટરની વ્યવસ્થા દર્શાવવામાં આવી હતી, જ્યારે વાસ્તવમાં માત્ર 6 સફાઈ કામદારો દ્વારા કામગીરી કરાવવામાં આવી હતી અને ટ્રેક્ટરનો ઉપયોગ થયો હોવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી.

સ્થાનિકોના દાવા મુજબ, બે મહિનાના સમયગાળા માટે પ્રતિ કર્મચારી અંદાજે ₹8,000 મુજબ કુલ આશરે ₹51,000 જેટલી જ ચૂકવણી કરવામાં આવી, જ્યારે સમગ્ર ₹5 લાખની ગ્રાન્ટ ખર્ચાઈ હોવાનું દર્શાવવા ખોટા બિલ-વાઉચર તૈયાર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

નગરપાલિકાના સભ્યોનું કહેવું છે કે આ કામગીરી નગરપાલિકા દ્વારા વિભાગીય સ્તરે પણ સરળતાથી થઈ શકતી હતી, તેમ છતાં ખાનગી એજન્સી મારફતે પ્રક્રિયા અપનાવીને નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની શંકા વધુ મજબૂત બની રહી છે.

આ સમગ્ર મામલો હાલ વિસાવદર શહેરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. સ્થાનિક નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સમગ્ર ખર્ચની નિષ્પક્ષ તપાસ, સંબંધિત દસ્તાવેજોની ચકાસણી અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

નોંધ: ઉપરોક્ત વિગતો ફરિયાદો અને આક્ષેપોના આધારે છે. સંબંધિત અધિકારીઓનો પક્ષ અથવા સત્તાવાર તપાસનો અંતિમ અહેવાલ હજી જાહેર થયો નથી.

 

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ