જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૮૬ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

મારું ગુજરાત કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ.

કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ.

કવાંટ: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇનમાં લીકેજ થતાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં એક જ પરિવારની બે માસૂમ બહેનોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, મોટી ઝડુલી ગામમાં કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇનમાં લીકેજ થતાં એક સ્થળે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન રમતાં રમતાં બે નાની બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનોએ બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના જીવ બચાવી શકાયા નહોતા.

મૃતક બાળકીઓની ઓળખ નીરુમતિબેન બુધારીયાભાઈ ભીલ (ઉંમર આશરે 4.5 વર્ષ) અને મીનાક્ષીબેન બુધારીયાભાઈ ભીલ (ઉંમર આશરે 3.5 વર્ષ) તરીકે થઈ છે. બંને મોટી ઝડુલી ગામના બુધારીયાભાઈ વેચાણભાઈ ભીલની દીકરીઓ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો દ્વારા પાણી ભરાયેલા જોખમી સ્થળોની સમયસર સુરક્ષા અને લીકેજની તાત્કાલિક મરામત માટે જવાબદાર તંત્ર સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ