જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩૩ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

મારું શહેર કેશોદના બલાગામ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત, પરિવારની નજર સામે સર્જાઈ હૃદયદ્રાવક ઘટના.

કેશોદના બલાગામ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત, પરિવારની નજર સામે સર્જાઈ હૃદયદ્રાવક ઘટના.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં બલાગામ નજીક આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ, ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બેંકના કામકાજ માટે નીકળેલી મહિલાને ટ્રકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું, પરિવારજનોની નજર સામે આ દુર્ઘટના સર્જાતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા,

પ્રાપ્ત માહિતી મુજબ, કેશોદ નજીકના બલાગામ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યો બેંક સંબંધિત કામ માટે બાઈક પર જઈ રહ્યા હતા, દરમિયાન બલાગામ નજીક પહોંચતા પાછળથી આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો, ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર મહિલા રસ્તા પર પટકાયા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું,

મૃતક મહિલાની ઓળખ રાણીબેન કરશનભાઈ બોરખતરીયા તરીકે થઈ, અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી, જોકે મહિલાને બચાવવાનો કોઈ અવકાશ રહ્યો નહીં. પરિવારજનોની નજર સામે જ મહિલાનું મૃત્યુ થતાં તેઓ આઘાતમાં સરી પડ્યા અને સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો, ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને અકસ્માત અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી, પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો,

 

પ્રાથમિક તપાસમાં અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં ટ્રક ચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર રહ્યું તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી, ટ્રકને કબજે લઈ ચાલક અંગેની વિગતો મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી, આ અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા માર્ગ સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી, વ્યસ્ત માર્ગો પર ભારે વાહનોની બેદરકારીભરી દોડને કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાતા હોવાના મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી,

હાલ સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી, રાણીબેન કરશનભાઈ બોરખતરીયાના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું.....

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ