જાહેરાત
તાજા સમાચાર
ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. | જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૪ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર પ્રથમ વરસાદમાં જામનગરમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી.

પ્રથમ વરસાદમાં જામનગરમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી.

જામનગર : શહેરમાં પ્રથમ વરસાદના જોરદાર રાઉન્ડ દરમિયાન પટણીવાડ વિસ્તારમાં આવેલી હુસૈની બાગ હોલની જૂની અને જર્જરિત ઇમારતની છત અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના સદામ રેસ્ટોરન્ટ સામે બની હતી. સદનસીબે ઘટનાના સમયે છત નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે રાત્રે ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વર્ષો જૂની અને બિસ્માર હાલતમાં આવેલી હુસૈની બાગ હોલની છત અચાનક તૂટી પડી હતી. જોરદાર ધડાકા સાથે છત ધરાશાયી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી અને ભારે વરસાદને કારણે તેની છત નબળી પડી જતાં આખરે ધરાશાયી થઈ હતી. જોકે ઘટનાના સમયે ઇમારતમાં કોઈની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો આ ઘટના દિવસના સમયે અથવા લોકોની અવરજવર દરમિયાન બની હોત તો ગંભીર જાનહાનિ સર્જાઈ શકતી હતી.

બનાવ બાદ સ્થાનિકોમાં જર્જરિત ઇમારતો અંગે ચિંતા વ્યાપી છે. રહિશોએ તંત્રને શહેરની જોખમી અને બિસ્માર ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આગામી વરસાદી દિવસોમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય. ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ