જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૭૧ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર જામનગરમાં જર્જરિત ગીતાલોજ ઇમારત પર મહાનગરપાલિકાનો બુલડોઝર...

જામનગરમાં જર્જરિત ગીતાલોજ ઇમારત પર મહાનગરપાલિકાનો બુલડોઝર...

જામનગર શહેરમાં જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જર્જરિત બનેલી ગીતાલોજ ઇમારતનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. લાંબા સમયથી ખતરનાક હાલતમાં રહેલી આ ઇમારતને તોડી પાડવાની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી હતી.

ડિમોલિશનની કામગીરી દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખાની સાથે એસ્ટેટ શાખા અને ફાયર શાખાની ટીમોને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી, જેથી સમગ્ર કામગીરી સુરક્ષિત રીતે અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના પૂર્ણ કરી શકાય. પોલીસ બંદોબસ્ત સાથે આસપાસના વિસ્તારમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

 

જર્જરિત ઇમારતને તોડી પાડવા માટે એક હિટાચી મશીન અને બે JCB મશીનની મદદ લેવામાં આવી રહી છે. ભારે મશીનરી વડે ઇમારતનું તબક્કાવાર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જેથી આસપાસની મિલકતોને નુકસાન ન પહોંચે અને કામગીરી સુનિયોજિત રીતે પૂર્ણ થઈ શકે.

મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, જાહેર જનતાની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને ખતરનાક હાલતમાં આવેલી જર્જરિત ઇમારતો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી, ડિમોલિશન દરમિયાન ધૂળ નિયંત્રણ અને સલામતીના તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા.

 

સ્થાનિક લોકો પણ આ કાર્યવાહીને આવકારી રહ્યા છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ ઇમારતના કારણે અકસ્માતનો ભય રહેતો હતો. હવે ડિમોલિશનની કામગીરી શરૂ થતાં આસપાસના રહેવાસીઓએ રાહતની લાગણી વ્યક્ત કરી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ડિમોલિશનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળથી સુરક્ષિત અંતર જાળવે અને તંત્રને સહકાર આપે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ