જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૮૫ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ક્રાઇમ બોટાદ એસટી બસ સ્ટેન્ડ પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: 22.80 ગ્રામ અફીણ સાથે યુવક ઝડપાયો, NDPS હેઠળ ગુનો નોંધાયો.

બોટાદ એસટી બસ સ્ટેન્ડ પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: 22.80 ગ્રામ અફીણ સાથે યુવક ઝડપાયો, NDPS હેઠળ ગુનો નોંધાયો.

ગુજરાતમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F.), રાજકોટ ઝોન, સી.આઈ.ડી. ક્રાઈમને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. બોટાદ ટાઉન એસટી બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે 22.80 ગ્રામ અફીણ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી અફીણ ઉપરાંત મોબાઇલ ફોન મળી કુલ રૂ. 16,400નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ એ.એન.ટી.એફ., રાજકોટ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. મેહતા, એમ.એચ. ચૌહાણ, એ.એસ.આઈ. શુભાષભાઈ ડાંગર તેમજ ટીમના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ખાનગી બાતમીના આધારે બોટાદ ટાઉન એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. બાતમી હતી કે એક વ્યક્તિ અફીણની હેરાફેરી કરવા માટે ત્યાં આવવાનો છે.

બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિને રોકી કાયદેસરની કાર્યવાહી મુજબ તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેના કબજામાંથી કુલ 22.80 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પર જ આરોપીની ધરપકડ કરી નશીલા પદાર્થો તથા અન્ય મુદ્દામાલ કબ્જે કરીને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

ઝડપાયેલા આરોપીની ઓળખ વિજય બાબુભાઈ ભટ્ટી (ઉંમર 21), રહે. નંદન રેસિડેન્સી, જલારામ મંદિર પાસે, ચોટીલા, જિલ્લા સુરેન્દ્રનગર તરીકે થઈ છે. પોલીસ તપાસમાં અન્ય ત્રણ વ્યક્તિઓની પણ સંડોવણી સામે આવતાં જયરાજ ચાવડા, આંકડીયા-તુરખા ગામ વિસ્તારના રહેવાસી તેમજ 8490008853 અને 7861868251 મોબાઇલ નંબરનો ઉપયોગ કરનાર બે અજાણ્યા વ્યક્તિઓને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે એ.એન.ટી.એફ.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણની ફરિયાદના આધારે આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ, 1985ની કલમ 8(સી), 17(બ) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 11,400ની કિંમતનું 22.80 ગ્રામ અફીણ તથા રૂ. 5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 16,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં પોલીસે નશીલા પદાર્થનો સ્ત્રોત, તેનો સપ્લાય ચેઇન અને આ ગેરકાયદે નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ઉપરાંત ફરિયાદમાં દર્શાવવામાં આવેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે પણ અલગ-અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે.

રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની નીતિના ભાગરૂપે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સતત બાતમીના આધારે દરોડા પાડી રહી છે. હાલ આ કેસની વધુ તપાસ બોટાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે, જ્યાંથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ