જાહેરાત
તાજા સમાચાર
આમોદના સરભાણ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી : ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને નિયમિત અભ્યાસ અને ઉચ્ચ લક્ષ્ય માટે પ્રેરણા આપી | જામનગર મનપાની ફરિયાદ વ્યવસ્થામાં મોટો ફેરફાર : હવે OTP વેરિફિકેશન બાદ જ ગણાશે ફરિયાદનો નિકાલ. | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય જામનગર પ્રવાસે : પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ અને ખેડૂતો સાથે સંવાદ સહિતના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત | સલાયામાં જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: 6 શખ્સ ઝડપાયા, રૂ. 35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે. | પુણે કેતન અગ્રવાલ હત્યાકાંડઃ પિતાની રાષ્ટ્રપતિને ભાવુક અપીલ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ | જાંબુડા વોટર પાર્કમાં કરુણ ઘટના: નહાતી વેળાએ 14 વર્ષના તરુણને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, સારવાર દરમિયાન મોત. | ભરૂચમાં ‘લંડનથી સોનું’ની લાલચ આપી ઓનલાઈન ઠગાઈનો પ્રયાસ નિષ્ફળઃ 181 અભયમની સતર્કતાથી મહિલા આત્મઘાતી પગલું ભરતા બચી | જામનગરમાં ઓફિસબોયની કરતૂતનો પર્દાફાશ: મેનેજરનું ચોરાયેલું લેપટોપ રહેણાંક રૂમમાંથી મળી આવ્યું. | ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને 3 મહિનાની જેલ. | રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ: ખાદ્ય સુરક્ષા, રોજગાર અને બ્લૂ ઈકોનોમીના મજબૂત આધારસ્તંભ એવા મત્સ્ય ખેડૂતોને રાષ્ટ્રનો સલામ |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ જામનગરના ડ્રીમ સિટી વિસ્તારમાં જુગારધામ પર પોલીસનો દરોડો, જાહેરમાં જુગાર રમતી 6 મહિલાઓ ઝડપાઈ.

જામનગરના ડ્રીમ સિટી વિસ્તારમાં જુગારધામ પર પોલીસનો દરોડો, જાહેરમાં જુગાર રમતી 6 મહિલાઓ ઝડપાઈ.

જામનગર શહેરમાં જાહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે સ્વામીનારાયણનગર વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટી ખાતે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતી છ મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી હતી. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 30,800ની રોકડ રકમ તેમજ જુગારમાં ઉપયોગમાં લેવાતા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ શહેર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી, શેરી નંબર 'સી' ખાતે આવેલા એક મકાનની બહાર કેટલીક મહિલાઓ ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહી છે.

બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મહિલાઓ જુગાર રમતી હોવાનું સામે આવતા પોલીસે તમામને સ્થળ પરથી જ ઝડપી પાડી હતી.

પકડાયેલી મહિલાઓમાં રીનાબેન રમેશભાઈ પટેલ, હેમાબેન પરેશભાઈ ખુબચંદાણી, લતાબેન હરીશભાઈ હિંદુજા, સુનીતાબેન જીતુભાઈ નાગપાલ, મધુબેન જેરામભાઈ વાછાણી અને આશાબેન યોગેશભાઈ મેવાડાનો સમાવેશ થાય છે.

પોલીસે તમામ મહિલાઓ પાસેથી કુલ રૂ. 30,800ની રોકડ રકમ તથા જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા. ત્યારબાદ તમામ વિરુદ્ધ જાહેર જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. ડી. જી. રાજ, એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સોઢા, જયપાલસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

જામનગર પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદે જુગાર, અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થાને અસર કરતી પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને પણ આવી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ