જાહેરાત
તાજા સમાચાર
વિસાવદર પીજીવીસીએલ કચેરી સામે માહિતી અધિકાર હેઠળ માહિતી ન આપવાનો આક્ષેપ, અરજદારે પ્રથમ અપીલ કરીને તટસ્થ તપાસની માંગ કરી. | ચોમાસા પૂર્વે રાજ્ય સરકાર એલર્ટ: શાળાઓ માટે 32 મુદ્દાની સેફ્ટી ગાઈડલાઈન અમલમાં, જામનગરની તમામ શાળાઓને DEOએ આપ્યા કડક નિર્દેશ. | જામનગરમાં સ્કૂટરની ડેકીમાં બિયરનો જથ્થો લઈને ફરતો યુવાન ઝડપાયો, સર્વેલન્સ સ્કોડની કાર્યવાહીમાં રૂ. 33 હજારનો મુદ્દામાલ કબજે. | મોટીખાવડી ગેટ પાસે બે કારચાલકો વચ્ચે રસ્તા પર જ ઘર્ષણ, મારામારી અને વાહનોમાં તોડફોડ બાદ સામસામી ફરિયાદ નોંધાઈ. | 'આપ' ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર, તાત્કાલિક સુનાવણીની અરજી ફગાવી. | દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પોલીસની મોટી સફળતા: રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા. | ચરણગંગાનું પવિત્ર રહસ્ય: ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાંથી પ્રગટેલી ગંગા અને મહર્ષિ દુર્વાસાના શ્રાપની અદભુત કથા | કેન્દ્રીય આરોગ્ય પરિષદમાં ગુજરાતનો મજબૂત અવાજ: રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા, ભેળસેળખોરો સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના દુરુપયોગ પર નિયંત્રણની રજૂઆત... | જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ તેજ, ચાર જુગારીઓ ઝડપાયા, બે ફરાર, ચાર વિસ્તારોમાં પોલીસના દરોડા. | શહેરા પાલિકાની ઘોર બેદરકારી? ભાવસાર હોસ્પિટલ સામે ગટરના ગંદા પાણી ઉભરાતા રોગચાળાની ભીતિ. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૩૩ વાર જોવાયેલ 2 કલાક પેહલા

ક્રાઇમ દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પોલીસની મોટી સફળતા: રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા.

દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પોલીસની મોટી સફળતા: રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસને ઘરફોડ ચોરીના એક મહત્વપૂર્ણ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી. ભાણવડ તાલુકાના રોજેવાડા ગામમાં થયેલી રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચોરાયેલો 100 ટકા મુદ્દામાલ પરત કબજે કર્યો. આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ, 

પોલીસના જણાવ્યા મુજબ, તા. 28 જૂનના રોજ ફરિયાદી પરિવાર દ્વારકાધીશના દર્શન માટે બહારગામ ગયો હતો. આ દરમિયાન બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો અને ઘરમાં રાખેલા કિંમતી દાગીના તથા રોકડની ચોરીને અંજામ આપ્યો. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી અને ભાણવડ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી, 

ચોરી દરમિયાન તસ્કરો મકાનમાંથી અંદાજે 15 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 11.14 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર બન્યા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ અધિક્ષક મિત ઉદલાલના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસે વિશેષ તપાસ ટીમ બનાવી ગુનાનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ હાથ ધરી, 

તપાસ દરમિયાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારો પાસેથી મળેલી માહિતી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી. વિવિધ પુરાવાઓના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા,  પકડાયેલા આરોપીઓની ઓળખ મિલન કરશનભાઈ સોલંકી, ભાવેશ કરશનભાઈ સોલંકી અને રવી ડાયાભાઈ સોલંકી તરીકે થઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય આરોપીઓ ભાણવડ તાલુકાના રોજીવાડા વાડી વિસ્તારના રહેવાસી છે. પૂછપરછ દરમિયાન ચોરી અંગે મહત્વપૂર્ણ વિગતો બહાર આવી, 

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજન સાથે આ ગુનાને અંજામ આપ્યો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ ફરિયાદી પરિવારની હિલચાલ પર નજર રાખતા હતા અને પરિવાર દ્વારકા દર્શન માટે બહાર જવાનો હોવાથી તકનો લાભ ઉઠાવ્યો. પરિવાર ઘરેથી નીકળ્યા બાદ મકાનના તાળા તોડી ચોરી આચરી અને કિંમતી દાગીના તથા રોકડ લઈને ફરાર થઈ ગયા, તપાસ દરમિયાન એક વધુ ચોંકાવનારી વિગતો સામે આવી. પોલીસના પ્રાથમિક તારણો મુજબ, આરોપીઓ વિશ્વાસ કેળવી ફરિયાદી પરિવારને દર્શન માટે બહાર જવા પ્રેરિત કરતા અથવા તેમની મુસાફરીની જાણકારી મેળવી પછી પાછળથી ચોરીને અંજામ આપતા હોવાની વિગતો સામે આવી રહી. જોકે, આ સમગ્ર મોડસ ઓપરેન્ડી અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આવી રીત અન્ય ગુનાઓમાં પણ અપનાવવામાં આવી હતી કે નહીં, 

પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ. 11.14 લાખનો સંપૂર્ણ મુદ્દામાલ કબજે કર્યો. ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા. આ તમામ સહિત કુલ રૂ. 11.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો, 

ભાણવડ પોલીસની ઝડપી અને અસરકારક તપાસના કારણે થોડા જ દિવસોમાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી. પોલીસે ત્રણેય આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી. હવે તપાસ દરમિયાન આરોપીઓ અન્ય કોઈ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તેમજ તેમની સાથે અન્ય કોઈ સાગરીતો પણ જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે, 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ