જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૬૨ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર ભાણવડ પોલીસની કાર્યવાહી: ધારાગર ગામની નદી કાંઠેથી જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, રૂ. 12,580નો મુદ્દામાલ જપ્ત.

ભાણવડ પોલીસની કાર્યવાહી: ધારાગર ગામની નદી કાંઠેથી જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, રૂ. 12,580નો મુદ્દામાલ જપ્ત.

ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકની ટીમે જાહેરમાં જુગાર રમતા તત્વો સામે સફળ કાર્યવાહી હાથ ધરી છે. ધારાગર ગામની નદી વિસ્તારમાં બાવળની ઝાડીઓ વચ્ચે જાહેરમાં જુગાર રમતા કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 12,580નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ભાણવડ પોલીસે ધારાગર ગામની નદી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બાવળની ઝાડીઓ વચ્ચે જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓ ઝડપાઈ આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત જુગાર રમવાના સાધનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે:

  • નુરમામદભાઈ ઉર્ફે નુરો ઇસ્માઈલભાઈ ભટ્ટી, રહે. ફોટડી ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
  • રમેશભાઈ વજશીભાઈ ચાવડા, રહે. માનપર ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
  • કાસમભાઈ ઓસમાણભાઈ નાઈ, રહે. ધારાગર ગામ, વાડી વિસ્તાર, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
  • આમદભાઈ સલેમાનભાઈ શેઠ, રહે. ધારાગર ગામ, વાડી વિસ્તાર, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.
  • ગુલમામદભાઈ અલીભાઈ કોરેજા, રહે. ધારાગર ગામના પાટીયા પાસે, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા.

આ સમગ્ર કાર્યવાહી ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. કોઠીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા, કિશોરસિંહ ચંદુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ નારણભાઈ પબાભાઈ બેલા, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા તેમજ લાલાભાઈ ફોગાભાઈ ખાટલીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

પોલીસે તમામ આરોપીઓ સામે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ જાહેર સ્થળોએ જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આવી જ રીતે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.

 

રિપોર્ટ મયુર મોદી ભાણવડ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ