જાહેરાત
તાજા સમાચાર
ભારતનો ₹30,000 કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ એશિયાના સૌથી મોટા રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી કાર્યક્રમ – GCPRS 2026 માટે સજ્જ | ૩,૦૫૦ કિલો બાળભોગ કૌભાંડ..... | ઓપરેશન સિંદૂરના 6 શહીદોને અમર સન્માન | જંગલેશ્વર ડિમોલિશનના બિલોથી ચકચાર..... | મહોરમ દરમિયાન જામનગર પોલીસની કડક કાર્યવાહી: જાહેરમાં છરી-કોયતા સાથે ફરતા 8 શખ્સો ઝડપાયા, સોશિયલ મીડિયા વીડિયો બન્યો પુરાવો. | મહારાષ્ટ્ર TET પરીક્ષા પેપર લીકનો મહાકાંડ! | જામનગરના ફિયોનિકા સોસાયટી હત્યા કેસમાં નવો વળાંક: 80 વર્ષીય આહીર વૃદ્ધની હત્યાના આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ. | કાલાવડના જશાપર ગામે માતાજીનું ડાકલું લેવા બાબતે વિવાદ લોહિયાળ બન્યો: પિતા-પુત્ર પર લાકડાના ઘોકા અને છરીથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી. | અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો કડક પ્રહાર! કહ્યું – ‘આધુનિક રાવણોને ભગવાન પણ મહાદંડ આપશે’ | જામનગરમાં 5 હજારથી વધુ મરઘીના બચ્ચાના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ: જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી પશ્ચિમ બંગાળના નેટવર્કનો ભાંડો ફોડ્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૪૦ વાર જોવાયેલ 2 કલાક પેહલા

ક્રાઇમ રૂપારેલ નદીમાં ગેરકાયદે રેતીચોરી ઝડપાઈ, ₹1.02 કરોડનો મુદ્દામાલ જપ્ત....

રૂપારેલ નદીમાં ગેરકાયદે રેતીચોરી ઝડપાઈ, ₹1.02 કરોડનો મુદ્દામાલ જપ્ત....

જામનગર જિલ્લાના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ખીમરાણા ગામની સીમમાં રૂપારેલ નદીમાંથી ગેરકાયદેસર ખનીજ રેતીની ચોરી કરતા શખ્સો સામે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા દરમિયાન જેસીબી મશીનો અને ટ્રેક્ટર-ટ્રોલીઓ સહિત કુલ અંદાજિત રૂ. 1.02 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો...

 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IPS) શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સરકારની કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા અને ગેરકાયદેસર ખનન કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ માહિતીના આધારે સતત વોચ રાખવામાં આવી...

દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમે ખીમરાણા ગામની સીમમાં આવેલી રૂપારેલ નદી પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન દયાળજીભાઈ માંડવિયા સહિતના શખ્સો ગેરકાયદેસર રીતે ખનીજ રેતીનું ખનન અને પરિવહન કરતા હોવાનું સામે આવ્યું, 

 

દરોડા દરમિયાન બે જેસીબી મશીનો અને છ ટ્રેક્ટર-ટ્રોલી સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઝડપાયેલા વાહનોમાં જેસીબી નંબર GJ-03-AT-9214 અને GJ-12-AN-521 સહિત વિવિધ ટ્રેક્ટરોનો સમાવેશ થાય છે. તમામ વાહનોના ચાલકોને સ્થળ પરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી, 

પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા વાહનોમાં શાંતિભાઈ ભગવાનજીભાઈ માંડવિયા, આકાશ દયાળજીભાઈ માંડવિયા, કાન્તિયા ધના કિરાડ, સેવલા કિરાડ, અજય જુથસિંહ કિકરીયા, દયાળજીભાઈ ભગવાનજીભાઈ માંડવિયા, ટાવેડિયા ધનાભાઈ રાઠવા તેમજ ગીયાનભાઈ ધનાભાઈ કેરાળ સહિતના ચાલકોની ઓળખ કરી છે. તમામ વાહનોનો ઉપયોગ ગેરકાયદેસર રેતીના ખનનમાં થતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવી, 

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1,02,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પર જ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને તેમજ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી સમગ્ર મુદ્દામાલ અને આરોપીઓને સોંપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી, રાજકોટ રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદે ખનન સામેના અભિયાનનો મહત્વનો ભાગ માનવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સરકારની કુદરતી સંપત્તિની ચોરી કરનાર અને પર્યાવરણને નુકસાન પહોંચાડનાર તત્વો સામે આગામી સમયમાં પણ સતત કડક કાર્યવાહી ચાલુ.... 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ