જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૦૧ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

ક્રાઇમ જામનગરમાં સેનેટરીની દુકાનમાંથી રૂ. 24 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો, CCTVના આધારે તસ્કર ઝડપાયો

જામનગરમાં સેનેટરીની દુકાનમાંથી રૂ. 24 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો, CCTVના આધારે તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાં સેનેટરીની દુકાનમાં થયેલી રોકડ ચોરીના બનાવનો સીટી 'બી' ડિવિઝન પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ચોરીની રકમમાંથી રૂ. 9 હજાર રોકડ પણ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવ જામનગર શહેરના ધણશેરીની ખાડ વિસ્તારમાં મીઠાની મીલ સામે આવેલી બાલાજી સિરામિક એન્ડ સેનેટરી નામની દુકાનમાં બન્યો હતો. થોડા દિવસ અગાઉ કોઈ અજાણ્યો તસ્કર દુકાનમાં ઘૂસી ગયો હતો અને ત્યાં રાખવામાં આવેલી અંદાજે રૂ. 24 હજારની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે દુકાનના સંચાલકે સીટી 'બી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. ગઢવી તથા સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. ડી. જી. રાજના નેતૃત્વમાં ખાસ ટીમ બનાવી આરોપીને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. નજીકની દુકાનમાં લાગેલા કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું. ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેનો ફોટોગ્રાફ બાતમીદારો અને પોલીસના વિવિધ નેટવર્કમાં મોકલી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા સર્વેલન્સ સ્ક્વોડે જામનગરના ગીતા લોજ પાછળના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે રાજ લલ્લુભાઈ કોળી, રહે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ પાસે, જામનગર,ની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.

પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસે તેની પાસેથી રૂ. 9 હજારની રોકડ કબજે કરી હતી. આ રકમ ચોરીની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાકીની રકમ ક્યાં ખર્ચવામાં આવી અથવા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્ક્વોડની ઝડપી કામગીરીના કારણે ટૂંકા સમયમાં ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ