જાહેરાત
તાજા સમાચાર
સોશિયલ મીડિયામાં અશ્લીલ અને ધમકીભરી કોમેન્ટ કરનાર દ્વારકા જિલ્લાના ૧૨ શખ્સની અટકાયત | ભાણવડના ડુંગરાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસનો સપાટો | જામનગરના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર બે આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા | કાલાવડના મોટા પાંચદેવડા ગામે વૃદ્ધ દંપતી પર ધાડ-લૂંટનો આરોપી સાત મહિના બાદ ઝડપાયો | અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું ભક્તિનગર સ્ટેશન, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય અનુભવ. | જામનગર-ધ્રોલ માર્ગે ખનીજ વિભાગનો સપાટો: ૬ ડમ્પર સહિત રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે. | ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભયાનક અકસ્માત: લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા 13 લોકોના મોત | જામજોધપુરના મોટી ગોપ પાસે રેઢી પડેલી કારમાંથી ૫૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો અંધારાનો લાભ લઈ આરોપી ફરાર: પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. | જામનગર જિલ્લા પુસ્તકાલયમાં વિમાન નિર્માતા મનુભાઈ પારેખની તસવીરનું અનાવરણ. | રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ સક્રિય: કેન્દ્ર, યુપી સરકાર અને મંદિર ટ્રસ્ટને નોટિસ, SIT પાસેથી માંગ્યો સ્ટેટસ રિપોર્ટ |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૫ વાર જોવાયેલ 2 કલાક પેહલા

ક્રાઇમ સોશિયલ મીડિયામાં અશ્લીલ અને ધમકીભરી કોમેન્ટ કરનાર દ્વારકા જિલ્લાના ૧૨ શખ્સની અટકાયત

સોશિયલ મીડિયામાં અશ્લીલ અને ધમકીભરી કોમેન્ટ કરનાર દ્વારકા જિલ્લાના ૧૨ શખ્સની અટકાયત

ખંભાળિયા: સોશિયલ મીડિયા પર અશ્લીલ, અભદ્ર અને ધમકીભરી કોમેન્ટ કરીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર દ્વારકા જિલ્લાના ૧૨ શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે અટકાયત કરી છે. આ સમગ્ર પ્રકરણમાં કાયદાથી સંઘર્ષિત ૭ કિશોર સહિત કુલ ૧૯ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તેમના કબ્જામાંથી ૧૯ મોબાઇલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત તા. ૩૦ એપ્રિલથી ૧૪ મે દરમિયાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાયબર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન કેટલાક ડમી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી જાહેરમાં અશ્લીલ, અભદ્ર અને ધમકીભરી કોમેન્ટ કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અલગ-અલગ અજાણ્યા નામે બનાવવામાં આવેલી ૧૯ ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ચાર અલગ-અલગ વીડિયો રીલ્સ પર આરોપ-પ્રત્યારોપ, અપશબ્દો, ધમકીભરી ભાષા તેમજ ઉશ્કેરણીજનક લખાણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. પોલીસે આ પ્રકારની પ્રવૃત્તિને જાહેર શાંતિ અને સામાજિક સૌહાર્દ માટે જોખમી ગણાવી કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે પોલીસે મુરુભા સુકાભા માણેક, દિનેશભા જાદવભા મકવાણા, પરબતભા નવઘણભા માણેક, નાથાભા પબુભા હાથલ, ભરતભાઈ બબાભાઈ માણેક, હેમતસંગ રામસંગ માણેક, માંડણભા જીલુભા માણેક, રાજુભાઈ દુદાભાઈ ડોડીયા, સામુબાઈ બુધાભા નાયાણી, પરેશભાઈ પબાભાઈ વેગડા, નાગાજણ કારાભાઈ લધા અને ધનરાજસિંહ લુણાભા માણેક સહિત ૧૨ આરોપીઓની અટકાયત કરી હતી. ઉપરાંત કાયદાથી સંઘર્ષિત ૭ કિશોરોને પણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યા છે.

સાયબર ક્રાઇમ પોલીસે તમામ ૧૯ વ્યક્તિઓ પાસેથી ૧૯ મોબાઇલ ફોન કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. મોબાઇલમાં રહેલા ડેટા, ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ સામે અપમાનજનક, અશ્લીલ, ધમકીજનક અથવા સામાજિક વૈમનસ્ય ફેલાવે તેવી કોમેન્ટ કરવી કાયદેસર ગુનો છે. આવા કૃત્યો સામે સાયબર પેટ્રોલિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ વીડિયો, રીલ કે પોસ્ટ પર અશ્લીલ, અભદ્ર અથવા ધમકીભરી ભાષામાં કોમેન્ટ કરવાથી દૂર રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આવા કૃત્યમાં સંડોવાયેલી જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ