જાહેરાત
તાજા સમાચાર
અમદાવાદમાં DEOનો કડક આદેશ: લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લાવનારા વિદ્યાર્થીઓને શાળામાં 'નો-એન્ટ્રી' | ICC વનડે બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલ ફરી બન્યા નંબર-1, એકપણ મેચ રમ્યા વિના મેળવ્યું ટોચનું સ્થાન | જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બે નવી શાળાઓની મંજૂરી, ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા હવે 47. | અમેરિકી સેનેટમાં રશિયન ઓઈલ મુદ્દે બિલ પસાર, ભારત સહિતના દેશો પર 100% સુધી ટેરિફ લાદવાનો માર્ગ મોકળો | કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય સેનાના ગુલવીર સિંહે જીત્યો સિલ્વર, સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર | પાવાગઢ રોપ-વે 3થી 7 ઓગસ્ટ સુધી રહેશે બંધ, ભક્તો પગથિયાં મારફતે કરી શકશે દર્શન | મિનિમમ બેલેન્સના બહાને બેન્કોએ 4 વર્ષમાં ગ્રાહકો પાસેથી ₹26,170 કરોડ વસૂલ્યા, રાજ્યસભામાં સરકારે આપ્યો ખુલાસો. | 'સદનમાં માઈક બંધ કરાયું, ભાજપે બોલવા ન દીધો', સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસાનો દાવો: રાહુલ ગાંધી | હરિયાળા ભવિષ્યનો સંકલ્પ: કરસનગઢ પ્રાથમિક શાળામાં 1,100 વૃક્ષોનું ભવ્ય વૃક્ષારોપણ. | પંડિત દીનદયાલ પોર્ટ ઓથોરિટીનો સશસ્ત્ર દળોને સલામ: ધ્વજદિન ભંડોળમાં રૂ. 40 લાખનું યોગદાન. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૨૪ વાર જોવાયેલ 5 કલાક પેહલા

સબરસ હોર્મુઝમાં ફરી તણાવ: ઈરાનનો 3 ઓઇલ ટેન્કરોને રોક્યાનો દાવો, વૈશ્વિક તેલ પુરવઠા પર ચિંતાના વાદળ.

હોર્મુઝમાં ફરી તણાવ: ઈરાનનો 3 ઓઇલ ટેન્કરોને રોક્યાનો દાવો, વૈશ્વિક તેલ પુરવઠા પર ચિંતાના વાદળ.

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. બુધવારે સવારે સામે આવેલા અહેવાલો મુજબ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ ઓઇલ ટેન્કરોને ઘેરીને અટકાવ્યાનો દાવો કર્યો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના જણાવ્યા અનુસાર, આ ટેન્કરોએ અગાઉ આપવામાં આવેલી ચેતવણીને અવગણી હતી, જેના પગલે કાર્યવાહી કરવામાં આવી હોવાનું ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું છે.

હોર્મુઝને લઈને ઈરાનની કડક ચેતવણી

ઈરાને વિશ્વભરના દેશો અને આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓને અગાઉથી જ ચેતવણી આપી હતી કે જો અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલી ઈરાનની સંપત્તિનો ઉપયોગ કોઈપણ દેશ કે કંપની કરશે, તો તેના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવામાં નહીં આવે. હવે ત્રણ ઓઇલ ટેન્કરોને રોક્યાનો દાવો આ ચેતવણી બાદ સામે આવ્યો છે.

ટ્રમ્પના નિર્ણયથી વધ્યો વિવાદ

અહેવાલો મુજબ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન નુકસાન પામેલા જહાજોને અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી ઈરાનની સંપત્તિમાંથી વળતર આપવામાં આવશે. આ નિર્ણય સામે ઈરાને કડક વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને ગેરકાયદેસર ગણાવ્યો છે.

ઈરાની સૈન્યની ચેતવણી

ઈરાની સૈન્ય કમાન્ડના પ્રવક્તા ઈબ્રાહિમ ઝુલ્ફિકારીએ જણાવ્યું કે અમેરિકા અથવા અન્ય કોઈ દેશ ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિનો ઉપયોગ કરશે તો તેના જહાજોને હોર્મુઝના મહત્ત્વના દરિયાઈ માર્ગમાંથી પસાર થવા દેવામાં નહીં આવે. તેમણે આવા પગલાંના "ગંભીર પરિણામો"ની પણ ચેતવણી આપી છે.

વૈશ્વિક બજારોમાં ચિંતા

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત ઓઇલ ટ્રાન્સપોર્ટ માર્ગોમાંનો એક છે. અહીં કોઈપણ પ્રકારનો તણાવ વધે તો વૈશ્વિક કાચા તેલના પુરવઠા, શિપિંગ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર તેની સીધી અસર થઈ શકે છે. તેથી આ ઘટનાને વિશ્વભરના દેશો નજીકથી નિહાળી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ