જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૯૧ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

ક્રાઇમ ખંભાળિયા નજીક ૧૧૦ લિટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, મહિલા સહિત બે ફરાર.

ખંભાળિયા નજીક ૧૧૦ લિટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, મહિલા સહિત બે ફરાર.

 

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક સ્થાનિક પોલીસે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ કાર્યવાહી કરતાં ૧૧૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દેશી દારૂ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨૭ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસ દરમિયાન એક મહિલા સહિત અન્ય બે શખ્સોની સંડોવણી સામે આવતાં તેમને ફરાર જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે ખંભાળિયાથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા કણજાર હોટલ નજીક એક શખ્સ દેશી દારૂનો જથ્થો લઈને હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી રવિ હેમંતભાઈ ગોહિલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી અંદાજે રૂ. ૨૨ હજારની કિંમતનો ૧૧૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨૭ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન લાખાભાઈ અભૂભાઈ તથા નિકિતાબેન નાગર નામની મહિલાની પણ આ દારૂના જથ્થામાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જોકે, બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેમને ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓની ધરપકડ માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે તેમજ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર અને હેરફેર સામે ઝુંબેશ સતત ચાલુ રહેશે. દારૂબંધીના કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ