જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૫૫ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ક્રાઇમ રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મહત્વનો વળાંક, હવે 13 જુલાઈએ થશે વધુ સુનાવણી........

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મહત્વનો વળાંક,  હવે 13 જુલાઈએ થશે વધુ સુનાવણી........

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં તમામ આઠ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો આદેશ કર્યો,  કેસની ગંભીરતા અને તપાસ હજુ ચાલુ હોવાના કારણે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમા,  હવે આ કેસની આગામી સુનાવણી 13 જુલાઈએ હાથ ધરવામાં આવશે, માહિતી મુજબ, રામ મંદિરના પ્રસાદ સાથે જોડાયેલી ચોરીની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે અનેક મહત્વના પુરાવા એકત્ર, પરંતુ હજુ પણ કેટલાક મહત્વપૂર્ણ પુરાવા અને દસ્તાવેજી વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ, આ ઉપરાંત કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોની સંભવિત ભૂમિકા અને ચોરીના સમગ્ર ષડયંત્ર અંગે પણ તપાસ ચાલી રહી હોવાથી પોલીસે કોર્ટ સમક્ષ કેસની પ્રગતિ અંગે માહિતી રજૂ, 

કોર્ટ સમક્ષ રજૂઆત દરમિયાન તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી મળેલા નિવેદનો, ડિજિટલ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને અન્ય સામગ્રીની ચકાસણી હજુ બાકી, ઉપરાંત ફોરેન્સિક અને અન્ય ટેકનિકલ અહેવાલોની પણ રાહ, આ કારણોને ધ્યાનમાં રાખીને આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં રાખવાની જરૂરિયાત દર્શાવવામાં આવી, કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તમામ 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ, આ સમયગાળા દરમિયાન પોલીસ તપાસ આગળ વધારશે અને જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પૂર્ણ કરશે, તપાસ દરમિયાન નવા તથ્યો સામે આવે તો તેના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે, 

આ કેસમાં પ્રસાદની ચોરીની ઘટના સામે આવ્યા બાદ ધાર્મિક વર્તુળો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો હતો. મંદિર જેવી પવિત્ર જગ્યાએ થયેલી આ ઘટનાને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને સતત તપાસ આગળ વધારી રહી , હાલમાં તમામ આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે અને હવે 13 જુલાઈએ યોજાનારી આગામી સુનાવણી દરમિયાન તપાસની પ્રગતિ અંગે કોર્ટ સમક્ષ વધુ વિગતો રજૂ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.....

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ