જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં નવનિયુક્ત શાસનાધિકારી ડૉ. બીનાબેન દવેનું સ્વાગત. | શારદીય નવરાત્રીના આઠમા નોરતે મા મહાગૌરીની આરાધના માતાની ઉપાસનાથી સુખ, શાંતિ, પવિત્રતા અને સદાચારની પ્રેરણા. | જામનગરમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થા પર SOGનો દરોડો. | જામનગરમાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં. | 18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૬૮ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

મારું શહેર જામનગર એસટી ડેપોમાં નિવૃત્તિ સન્માન સમારોહ: કંડક્ટર બાબુલાલ સોલંકી અને જે.પી. ગોધાણીને લાગણીસભર વિદાય અપાઈ.

જામનગર એસટી ડેપોમાં નિવૃત્તિ સન્માન સમારોહ: કંડક્ટર બાબુલાલ સોલંકી અને જે.પી. ગોધાણીને લાગણીસભર વિદાય અપાઈ.

જામનગર એસટી ડેપો ખાતે આજે વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયેલા બે અનુભવી કંડક્ટરો બાબુલાલ સોલંકી અને જે.પી. ગોધાણીના સન્માનમાં ભાવભર્યો નિવૃત્તિ સમારોહ યોજાયો, વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં સેવા આપનારા બંને કર્મચારીઓને સહકર્મચારીઓ અને અધિકારીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવી, કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જામનગર વિભાગના વિભાગીય નિયામક બી.સી. જાડેજા ઉપસ્થિત, તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં જામનગર એસટી ડેપોના મેનેજર મોરી સાહેબ, એ.ડબલ્યુ.એસ. શેખાબેન, લાઇન ચેકિંગ ઇન્ચાર્જ, ઉપપ્રમુખ સંજય ડોડીયા, મજૂર મંડળના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ શિવભદ્રસિંહ ચુડાસમા, મકવાણા સાહેબ (પ્રિન્સિપાલ), વાઘ સાહેબ, ટી.આઈ. કાપડી સાહેબ, એ.ટી.આઈ. જાડેજા સાહેબ, એ.ટી.આઈ. લૈયા, ગોસાઈ સાહેબ તેમજ કાર્યાલય મંત્રી સોલંકીભાઈ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત,

કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થતા બંને કંડક્ટરોને પુષ્પહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા, ઉપસ્થિત મહાનુભાવોએ તેમના લાંબા સેવાકાળ દરમિયાન કરેલી નિષ્ઠાપૂર્વકની કામગીરી, સમયપાલન, મુસાફરો પ્રત્યેનો સૌજન્યપૂર્ણ વ્યવહાર અને નિગમ પ્રત્યેની વફાદારીની પ્રશંસા કરી, પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે સરકારી સેવામાં કર્મચારીઓની નિષ્ઠા અને સમર્પણ જ સંસ્થાની સાચી મૂડી, બાબુલાલ સોલંકી અને જે.પી. ગોધાણીએ વર્ષો સુધી જવાબદારીપૂર્વક ફરજ બજાવી એસટી નિગમની પ્રતિષ્ઠા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, તેમની કામગીરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે,

નિવૃત્ત કર્મચારીઓએ પણ પોતાના સેવાકાળની યાદો તાજી કરતાં સહકર્મચારીઓ, અધિકારીઓ અને એસટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો, તેમણે જણાવ્યું હતું કે વર્ષો સુધી મળેલો સહકાર અને સ્નેહ જીવનભર યાદ રહેશે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવુક માહોલ સર્જાયો હતો. અંતે બંને નિવૃત્ત કર્મચારીઓને તેમના નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી અને તેઓ તંદુરસ્ત, સુખી અને સમૃદ્ધ જીવન વિતાવે તેવી પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન........

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ