ક્રાઇમ શાપર ધાડનો ભેદ ઉકેલાયો: 3 આરોપી ઝડપાયા.....
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ થયેલી સનસનાટીભરી ધાડના ગુનાનો આખરે ગ્રામ્ય પોલીસે ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી, લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ફરાર થયેલી આંતરરાજ્ય લૂંટારુ ટોળકીના ત્રણ રીઢા આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડતા સમગ્ર પોલીસ તંત્રની કામગીરી ચર્ચાનો વિષય બની, આ ગુનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો અને વેપારીઓ તેમજ સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂઆતથી જ આ કેસને અત્યંત પ્રાથમિકતા આપવામાં આવી, ઘટનાના સ્થળેથી મળેલા મર્યાદિત પુરાવા છતાં પોલીસે હિંમત હાર્યા વગર આધુનિક ટેક્નોલોજી, ટેક્નિકલ સર્વેલન્સ અને મેદાની તપાસના આધારે ગુનાની એક પછી એક કડીઓ જોડીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી, આ સફળ ઓપરેશનને કારણે માત્ર ગુનાનો ભેદ જ ઉકેલાયો નથી, પરંતુ લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પણ વધુ મજબૂત બન્યો, પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ તપાસ ચાલુ છે અને આ સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા માટે વિવિધ દિશામાં કાર્યવાહી તેજ કરવામાં આવી,
આ કેસ પોલીસ માટે શરૂઆતથી જ મોટો પડકાર સાબિત થયો હતો. આરોપીઓએ ગુનાને અંજામ આપતા પહેલાં સંપૂર્ણ આયોજન કર્યું અને ઘટનાસ્થળેથી કોઈ સ્પષ્ટ પુરાવા ન મળે તે માટે ખાસ સાવચેતી રાખી હતી. તેમ છતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (એસપી)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેસના ઉકેલ માટે અલગ-અલગ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની ૨૦ વિશેષ ટીમો બનાવવામાં આવી, દરેક ટીમને અલગ જવાબદારી સોંપવામાં આવી હતી. કેટલીક ટીમોને સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવાની જવાબદારી આપવામાં આવી હતી, જ્યારે કેટલીક ટીમો ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ ડેટા એનાલિસિસ, વાહન ચેકિંગ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શંકાસ્પદ તત્વો પર નજર રાખવા માટે કાર્યરત કરવામાં આવી હતી. સતત દિવસ-રાત ચાલેલી તપાસ દરમિયાન પોલીસે અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા, તપાસ દરમિયાન એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ડ્રોન ટેક્નોલોજીની મદદથી વિશાળ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું, આ સર્ચ દરમિયાન ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે બિનવારસી મોટરસાયકલ મળી આવતા સમગ્ર તપાસને નવી દિશા મળી, આ મોટરસાયકલના આધારે પોલીસે આગળની ટેક્નિકલ કડીઓ જોડીને આરોપીઓ સુધી પહોંચવાનો માર્ગ તૈયાર કર્યો હતો,

ડ્રોન સર્વેલન્સ અને આધુનિક ટેક્નિકલ તપાસના આધારે પોલીસે આરોપીઓની હિલચાલ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી, મોબાઇલ ફોનના ટેક્નિકલ ડેટા, કોલ ડિટેઇલ્સ, લોકેશન ટ્રેકિંગ, સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ડિજિટલ પુરાવાઓનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું, આ તમામ માહિતીના આધારે પોલીસે આંતરરાજ્ય ગેંગના મુખ્ય ત્રણ સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મેળવી, પોલીસે ઝડપેલા આરોપીઓમાં બનસીંગ ઉર્ફે બન્ના સિંગાડ, જેને સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, ઉપરાંત સેતાન અમલીયાર અને દિનેશ પરમારનો સમાવેશ થાય, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ અગાઉ પણ વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા અને તેમની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું, પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી અને તેમની પાસેથી અન્ય ગુનાઓ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી, તપાસ અધિકારીઓનું કહેવું છે કે આ ગેંગ વ્યવસ્થિત આયોજન કરીને વિવિધ રાજ્યોમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી હોવાની આશંકા,
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૭૬.૮૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી, પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં રૂ. ૪૩.૧૮ લાખની રોકડ રકમ, અંદાજે રૂ. ૨૧.૨૨ લાખના સોનાના દાગીના, ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રાઇફલ, અન્ય હથિયારો, એક બોલેરો કાર અને બે મોટરસાયકલનો સમાવેશ થાય, પોલીસે આ તમામ વસ્તુઓ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી, અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ ગુના બાદ મુદ્દામાલને અલગ-અલગ સ્થળોએ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતત ટેક્નિકલ દેખરેખ અને પૂછપરછના આધારે પોલીસ તમામ મુદ્દામાલ સુધી પહોંચી શકી, આટલી મોટી રકમ અને કિંમતી દાગીનાની રિકવરી થવાથી ફરિયાદી પક્ષને પણ મોટી રાહત મળી, સાથે જ ગુનામાં વપરાયેલા હથિયારો અને વાહનો જપ્ત થતાં આરોપીઓ સામેના પુરાવા વધુ મજબૂત બન્યા, પોલીસ હવે આ મુદ્દામાલના આધારે સમગ્ર ગુનાની પુનઃરચના કરીને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી કરી રહી,

તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા પણ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ ધાડ પાડતા પહેલાં લાંબા સમય સુધી વિસ્તારમાં રેકી (રેકોનિસન્સ) કરી હતી. કયા સમયે અવરજવર ઓછી રહે છે, ઘટનાસ્થળે સુરક્ષાની વ્યવસ્થા કેવી છે અને કયા માર્ગથી ઝડપથી ભાગી શકાય તે અંગે અગાઉથી સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ સ્થાનિક વ્યક્તિએ આરોપીઓને અંદરની માહિતી અથવા ટીપ આપી હોઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવો હાથ લાગ્યો નથી અને પોલીસ તમામ સંભવિત દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જો સ્થાનિક વ્યક્તિની સંડોવણી અંગે પુરાવા મળશે તો તેની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપીઓની સતત પૂછપરછ ચાલી રહી છે અને તેમના મોબાઇલ ફોન, સંપર્કો, નાણાકીય વ્યવહારો તેમજ અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં હજુ પણ પાંચ આરોપીઓ ફરાર અને તેમને ઝડપવા માટે રાજ્ય તેમજ રાજ્ય બહાર અલગ-અલગ સ્થળોએ દરોડા, વિવિધ પોલીસ ટીમોને સંભવિત સ્થળોએ મોકલવામાં આવી અને અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંકલન કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી, ટેક્નિકલ સર્વેલન્સ સતત ચાલુ રાખવામાં આવ્યું અને આરોપીઓના સંભવિત સંપર્કો પર પણ કડક નજર રાખવામાં આવી રહી, તપાસ દરમિયાન મળતી દરેક નવી માહિતીના આધારે ટીમો સ્થળ બદલીને સર્ચ ઓપરેશન ચલાવી રહી, પોલીસને આશા છે કે ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછથી મળતી માહિતીના આધારે બાકીના આરોપીઓને પણ ટૂંક સમયમાં કાયદાના સકંજામાં લાવી શકાય, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ગેંગના તમામ સભ્યો ઝડપાઈ નહીં જાય ત્યાં સુધી તપાસ અટકાવવામાં આવશે નહીં અને સમગ્ર નેટવર્કને ધ્વસ્ત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવશે,

આ સમગ્ર ઓપરેશનમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દર્શાવવામાં આવેલી વ્યૂહાત્મક કામગીરીની ચોતરફ પ્રશંસા થઈ રહી, ઘટનાસ્થળેથી કોઈ ચોક્કસ અને સીધા પુરાવા ઉપલબ્ધ ન હોવા છતાં માત્ર ટેક્નોલોજી, ડ્રોન સર્વેલન્સ, મેદાની તપાસ અને સતત મહેનતના આધારે પોલીસે આંતરરાજ્ય ગેંગ સુધી પહોંચીને ગુનાનો સફળ ભેદ ઉકેલ્યો, રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સમગ્ર તપાસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓની આ જાંબાઝ કામગીરીને લોકો તેમજ વેપારી વર્ગ તરફથી પણ બિરદાવવામાં આવી રહી, સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પોલીસિંગના અસરકારક સમન્વયથી ગંભીર ગુનાઓનો પણ ઝડપથી ભેદ ઉકેલી શકાય, જેનો જીવંત દાખલો રાજકોટ ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહી, હાલ સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલી રહી અને ફરાર આરોપીઓની ધરપકડ બાદ આ ગુનાના વધુ મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી........
રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી