જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૬૨ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ક્રાઇમ ખંભાળિયાના ધરમપુરમાં બંધ પડેલી ખાનગી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી: રૂ. 54 હજારથી વધુનો કોપર વાયર, ઇલેક્ટ્રિક વાયર અને સ્ક્રેપ ચોરી.

ખંભાળિયાના ધરમપુરમાં બંધ પડેલી ખાનગી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી: રૂ. 54 હજારથી વધુનો કોપર વાયર, ઇલેક્ટ્રિક વાયર અને સ્ક્રેપ ચોરી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામ નજીક આવેલી વર્ષોથી બંધ હાલતમાં પડેલી ખાનગી કંપનીમાં તસ્કરોએ હાથફેરો કરતાં રૂ. 54 હજારથી વધુ કિંમતનો માલસામાન ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તસ્કરોએ કંપનીની દીવાલ કૂદી અંદર પ્રવેશ કરી કોપર વાયર, ઇલેક્ટ્રિક વાયર તેમજ સ્ક્રેપની ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ખંભાળિયા શહેરથી આશરે 9 કિલોમીટર દૂર ધરમપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલી માલકો એનર્જી લિમિટેડ કંપની છેલ્લા લગભગ નવ વર્ષથી બંધ હાલતમાં છે. કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં અજાણ્યા તસ્કરોએ તકનો લાભ લઈ કંપનીના પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં રહેલો કિંમતી સામાન ચોરી કરી લઈ ગયા હતા.

ફરિયાદ અનુસાર, તસ્કરોએ કંપનીમાંથી અંદાજે 130 કિલોગ્રામ કોપર વાયર, જેની કિંમત આશરે રૂ. 32,500, તેમજ ઇલેક્ટ્રિક વાયરની કિંમત અંદાજે રૂ. 16,500 અને કંપની પરિસરમાં પડેલો આશરે 100 કિલોગ્રામ સ્ક્રેપ, જેની કિંમત રૂ. 5,000 જેટલી થાય છે, એમ કુલ રૂ. 54,000થી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.

આ બનાવ અંગે કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા નાનજીભાઈ લાલાભાઈ નકુમએ ખંભાળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાની જાણ થતાં એ.એસ.આઈ. એચ. એન. નંદાણીયા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તસ્કરો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા નજીકના વિસ્તારોમાં ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોની પૂછપરછ તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

બંધ હાલતમાં પડેલી કંપનીઓ અને ઔદ્યોગિક એકમોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસનું કહેવું છે કે ફરિયાદના આધારે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ