જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૧૦૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાજકારણ મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ

મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ

મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ

ગુજરાતની 14 મહિલા ધારાસભ્યોને ₹28 કરોડની ગ્રાન્ટ ફાળવણી

રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની મહિલા ધારાસભ્યોને મોટી ભેટ આપવામાં આવી છે. ગુજરાતની કુલ 14 મહિલા ધારાસભ્યો માટે રૂ.28 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

આ નિર્ણય અંતર્ગત દરેક મહિલા ધારાસભ્યને રૂ.2 કરોડની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટનો ઉપયોગ મુખ્યત્વે પોતાના મતવિસ્તારમાં રોડ-રસ્તા સહિતના વિકાસલક્ષી કામો માટે કરવામાં આવશે.

મહિલા ધારાસભ્યો વતી જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

રક્ષાબંધનના પર્વ પહેલાં મહિલા ધારાસભ્યોને આપવામાં આવેલી આ ગ્રાન્ટને વિકાસકાર્યોને વેગ આપતી મહત્વપૂર્ણ જાહેરાત તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને રોડ-રસ્તા અને સ્થાનિક માળખાકીય સુવિધાઓના કામોને આ નિર્ણયથી વેગ મળવાની આશા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ