જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૮૮ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ક્રાઇમ સુરતમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: એરહોસ્ટેસ રહી ચૂકેલી મહિલા સહિત બે ₹29 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાયા.

સુરતમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: એરહોસ્ટેસ રહી ચૂકેલી મહિલા સહિત બે ₹29 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાયા.

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય SOGની સંયુક્ત ટીમે પલસાણામાં કાર્યવાહી કરીને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એના ગામ ટોલનાકા નજીકથી સિલ્વર કલરની અર્ટિગા કારને અટકાવી પોલીસે એક મહિલા અને એક યુવકને ઝડપી પાડ્યા હતા. કારની તલાશી દરમિયાન 977.61 ગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ.29.32 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે રોકડ રકમ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.29.87 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આ મામલે મુંબઈના માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સુલેમાન શેખની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે એક્સપ્રેસવે પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ અર્ટિગા કાર આવતા તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન માનસીએ ડ્રગ્સનો જથ્થો વડોદરા રેલવે સ્ટેશન નજીક એક અજાણી મહિલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ જથ્થો મુંબઈમાં જુદા જુદા ડ્રગ પેડલરોને પહોંચાડવાનો હોવાનું પણ જાણવા મળ્યું છે.

તપાસમાં માનસીના ભૂતકાળ અંગે પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, માનસી અગાઉ ક્લાસિકલ ડાન્સની તાલીમ મેળવી ચૂકી છે અને એરહોસ્ટેસ તરીકે પણ કામ કરી હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત તે સ્ટેજ શો આર્ટિસ્ટ તરીકે પણ કામ કરી ચૂકી છે. પોલીસ તપાસમાં એવો પણ દાવો થયો છે કે તે અગાઉ નાઈટ પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરતી હતી અને ડ્રગ્સ છુપાવવા માટે બાળકોના ડાયપરનો ઉપયોગ કરતી હતી. માનસી સામે વર્ષ 2021માં ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચમાં NDPS હેઠળ કેસ નોંધાયો હતો અને આ કેસમાં તે જેલમાં પણ રહી ચૂકી હોવાનું સામે આવ્યું છે.

હાલ પલસાણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા તપાસ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને વડોદરા રેલવે સ્ટેશન નજીક ડ્રગ્સનો જથ્થો આપનાર અજાણી મહિલા કોણ છે અને મુંબઈમાં આ જથ્થો કયા ડ્રગ પેડલરો સુધી પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ કાર્યવાહીથી સુરત અને આસપાસના વિસ્તારોમાં સક્રિય ડ્રગ્સ સપ્લાય ચેઇન સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બનવાના સંકેતો મળી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ