જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૯૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ

KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ

ખોટા દાવા, ભ્રામક જાહેરાતો અને લેબલિંગ નિયમોના ભંગ સામે FSSAIની મોટી કાર્યવાહી

ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા અને ગ્રાહકોને આપવામાં આવતી માહિતીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે FSSAI દ્વારા દેશભરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેસ્લે, પેપ્સીકો, કોકા-કોલા, KFC અને મેકડોનાલ્ડ્સ સહિતની જાણીતી બ્રાન્ડ્સને નિયમોના કથિત ભંગ બદલ 150થી વધુ નોટિસ ફટકારવામાં આવી છે.

FSSAIની તપાસમાં ખાદ્ય ઉત્પાદનો અંગે કરવામાં આવતા ખોટા અથવા ભ્રામક દાવા, જાહેરાતો તથા લેબલિંગ સંબંધિત નિયમોના ઉલ્લંઘન જેવા મુદ્દાઓ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. ગ્રાહકોને કોઈપણ ખાદ્ય વસ્તુ અંગે સાચી અને સ્પષ્ટ માહિતી મળી રહે તે માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એમેઝોનના વેરહાઉસનું લાઈસન્સ રદ

આ કાર્યવાહી દરમિયાન એમેઝોનના એક વેરહાઉસનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. જ્યારે ડોમિનોઝના પાંચ આઉટલેટ્સના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

FSSAIની આ કાર્યવાહીથી ખાદ્ય ક્ષેત્રની મોટી બ્રાન્ડ્સમાં પણ નિયમોનું પાલન વધુ કડકાઈથી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી માહિતી નહીં ચાલે

FSSAIએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખાદ્ય સુરક્ષા સાથે બેદરકારી, ખોટા દાવા કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી માહિતી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ખાદ્ય ઉત્પાદકો અને વેચાણકારોએ ગુણવત્તા, સલામતી અને લેબલિંગના નિર્ધારિત નિયમોનું પાલન કરવું પડશે.

આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ઉપરાંત બજારમાં ખાદ્ય ઉત્પાદનો અંગે પારદર્શિતા અને વિશ્વાસ જાળવવાનો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ