જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૯૬ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ઈન્ડિયા તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ

તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ

તહેવારોની મોસમ શરૂ થતાં જ સામાન્ય પરિવારોના બજેટ પર મોંઘવારીનો વધારાનો બોજ પડ્યો છે. કઠોળ, તેલ અને ખાંડ બાદ હવે સાબુ, ડિટર્જન્ટ અને ડુંગળીના વધતા ભાવોએ પણ ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે.

સાબુ અને ડિટર્જન્ટના ભાવમાં પ્રતિ કિલો આશરે ₹10નો વધારો થયો છે. રોજિંદા વપરાશની આ વસ્તુઓ મોંઘી બનતા તહેવારોની ખરીદી વચ્ચે પરિવારોના ખર્ચમાં વધુ વધારો થયો છે.

ડુંગળીના ભાવ વધ્યા, ‘કાંદા એક્સપ્રેસ’ દોડાવાઈ

બીજી તરફ દેશમાં ડુંગળીના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ડુંગળીની સરેરાશ છૂટક કિંમત વધીને લગભગ ₹42 પ્રતિ કિલો સુધી પહોંચી છે.

વધતા ભાવને કાબૂમાં લેવા અને બજારમાં ડુંગળીનો પુરવઠો વધારવા માટે કેન્દ્ર સરકારે 24 ઓગસ્ટથી નાસિકથી મોટા શહેરો સુધી ‘કાંદા એક્સપ્રેસ’ નામની વિશેષ ટ્રેન સેવા શરૂ કરી છે. નાસિકથી ડુંગળીનો જથ્થો દિલ્હી, ચેન્નાઈ, કોચિ સહિતના મોટા ઉપભોક્તા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે.

હવે ચાની ચૂસ્કી પણ મોંઘી

ખાંડના વધતા ભાવની સીધી અસર હવે લોકોની રોજિંદી ચાની ચૂસ્કી પર પણ જોવા મળશે. રાજકોટ ટી એસોસિએશનના નિર્ણય મુજબ 1 સપ્ટેમ્બરથી આખી ચાનો ભાવ ₹20થી વધીને ₹30 થશે, જ્યારે કટીંગ ચાનો ભાવ ₹10થી વધીને ₹15 કરવામાં આવશે.

વેપારીઓના જણાવ્યા મુજબ માત્ર એક મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો ₹20નો વધારો થયો છે. ₹48 પ્રતિ કિલો મળતી ખાંડ હવે આશરે ₹68 પ્રતિ કિલો સુધી પહોંચી હોવાનું જણાવાઈ રહ્યું છે.

ખાંડના ભાવ વધવા પાછળ અનેક કારણો

ખાંડના ભાવમાં વધારા પાછળ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો, ઓછો વરસાદ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવને કારણે આયાત મોંઘી પડવી જેવા પરિબળો જવાબદાર હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

એક તરફ તહેવારોને લઈને લોકોમાં ઉત્સાહ છે, તો બીજી તરફ રોજિંદા જીવનમાં જરૂરી વસ્તુઓના વધતા ભાવે પરિવારના બજેટનું ગણિત બગાડ્યું છે. કઠોળથી લઈને તેલ, ખાંડ, સાબુ, ડિટર્જન્ટ અને હવે ડુંગળી સુધી—મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે, ત્યારે સામાન્ય લોકોને રાહત ક્યારે મળશે તે મોટો સવાલ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ