જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૩૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર ભાટીયા ગામે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી, કોમી એકતાના અનોખા દર્શન.

ભાટીયા ગામે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી, કોમી એકતાના અનોખા દર્શન.

ભાટીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામમાં ઈદે મિલાદના પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ ગામના વિવિધ સમાજના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.

શોભાયાત્રાનો પ્રારંભ ભાટીયા રેલવે સ્ટેશનથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલૂસ ગામની મુખ્ય બજારો અને પોલીસ ચોકી ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. સમગ્ર માર્ગ દરમિયાન ધાર્મિક નારા અને ભાઈચારાના સંદેશ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા યોજાઈ હતી. અંતે જુલૂસ મસ્જિદ ખાતે પહોંચી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અને આહીર અગ્રણી બાબુભાઈ ગોજીયા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેશભાઈ ભોગાયતા, ઉપપ્રમુખ સંજયભાઈ આરંભડીયા, રાઘવભાઈ ચાવડા, સેવા સહકારી મંડળીના મંત્રી ઉકાભાઈ કણજારીયા સહિતના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા. તેમણે મુસ્લિમ સમાજના આગેવાનો અને બિરાદરોનું પુષ્પહાર પહેરાવી સ્વાગત અને સન્માન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક મંચ પર આવીને પરસ્પર શુભેચ્છાઓ પાઠવતા ભાઈચારો અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. ભાટીયા ગામમાં યોજાયેલી ઈદે મિલાદની આ ઉજવણી સૌહાર્દ, પરસ્પર સન્માન અને સામાજિક સમરસતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી હતી.

 

અશ્વિન જોશી ભાટીયા

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ