જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૮૬ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જામનગરમાં ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનન સામે મોટી કાર્યવાહી: રૂ.1.40 કરોડનો મુદ્દામાલ સીઝ.

જામનગરમાં ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનન સામે મોટી કાર્યવાહી: રૂ.1.40 કરોડનો મુદ્દામાલ સીઝ.

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાઇમ સ્ટોનનું ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડી બે હિટાચી મશીન અને બે ટ્રક સહિત કુલ અંદાજે રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની મિલકત અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દ્વારા સતત હ્યુમન સોર્સ અને ગુપ્ત બાતમીના આધારે કામગીરી કરવામાં આવી રહી હતી.

 

દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામે આવેલા લીઝ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન લીઝ ધારક લખમણભાઈ દેવશીભાઈ ચાવડાના લીઝ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લાઇમ સ્ટોનનું ખનન કરીને તેનું પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી ખનીજ ભરેલા બે ટ્રક અને ખનન માટે ઉપયોગમાં લેવાતા બે હિટાચી મશીન કબજે કર્યા હતા. સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે રૂ.1,40,00,000 હોવાનું જાણવા મળ્યું છે. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી જરૂરી કાર્યવાહી કરાવવામાં આવી હતી અને જપ્ત કરાયેલ વાહનો તથા મશીનો કાયદેસરની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

 

આ સમગ્ર ઓપરેશનમાં PSI શ્રી સી.એમ. કાંટેલીયા સાથે સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, વનરાજભાઈ મકવાણા, મીતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારી, વિપુલભાઈ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઈ સાંજવા તથા ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. પોલીસે જણાવ્યું છે કે સરકારની ખનીજ સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે આવી જ કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ