જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૮૩ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર ભાણવડમાં લોકજાગૃતિનો સકારાત્મક પ્રભાવ: એક જ મહિનામાં 112 વન્યજીવોનું રેસ્ક્યૂ, 29 અજગરો સુરક્ષિત બચાવાયા.

ભાણવડમાં લોકજાગૃતિનો સકારાત્મક પ્રભાવ: એક જ મહિનામાં 112 વન્યજીવોનું રેસ્ક્યૂ, 29 અજગરો સુરક્ષિત બચાવાયા.

ભાણવડ તાલુકામાં વન્યજીવ સંરક્ષણ અંગે લોકોમાં વધતી જાગૃતિના કારણે હવે સાપ સહિતના વન્યજીવોને મારવાને બદલે તેમને સુરક્ષિત બચાવવા માટે રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી રહી છે. આ લોકજાગૃતિના પરિણામે જાણીતા જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે ઓગસ્ટ–2026 દરમિયાન એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 112 વન્યજીવોનું સફળ રેસ્ક્યૂ કર્યું છે.

 

છેલ્લા 16 વર્ષથી નિઃશુલ્ક વન્યજીવ બચાવ કામગીરી કરતા અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે આ અભિયાન દરમિયાન સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે **દુર્લભ 'ઇન્ડિયન રોક પાઇથન' (અજગર)**ના રેસ્ક્યૂથી. એક જ મહિનામાં કુલ 29 વિશાળકાય અજગરોને સુરક્ષિત રીતે પકડી તેમના કુદરતી આવાસમાં છોડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ટીમે 44 કોબ્રા, 1 કાળોતરો, 4 ખળચિતળ, 19 ધામણ અને 4 રૂપસુંદરી સહિતના અન્ય સરિસૃપોનું પણ સફળ રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ દરમિયાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા સાપ અને અજગરોને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ જ તેમને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા.

 

એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક વન વિભાગના સંયુક્ત સહયોગથી તમામ 112 વન્યજીવોને સુરક્ષિત રીતે તેમના મૂળ નિવાસસ્થાને મુક્ત કરવામાં આવ્યા હતા.

માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા તથા વન્યજીવ સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવામાં અશોકભાઈ ભટ્ટ અને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યૂ ટીમની કામગીરી સમગ્ર ભાણવડ પંથક માટે પ્રેરણારૂપ અને આશીર્વાદ સમાન બની રહી છે.

 

રિપોર્ટ મયુર મોદી ભાણવડ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ