જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં 152 ફૂડ એકમો પર તપાસ: 353 કિલો વાસી ખાદ્યજથ્થો નાશ, 14 એકમોને ₹22,500નો દંડ. | SCOમાં ભારતની મજબૂત દાવેદારી: મધ્ય એશિયાથી ગ્લોબલ ડિપ્લોમસી સુધી ભારતનો માસ્ટર પ્લાન. | સેમીકોન 2.0થી ભારત બનશે ચિપ ઉત્પાદનનું વૈશ્વિક હબ, સરકારે 1.27 લાખ કરોડના મહાપેકેજની કરી જાહેરાત. | જામનગરમાં સેતાવાડ હત્યા કેસના આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા. | અલ નીનોની અસરથી દેશના અડધા ભાગમાં વરસાદની અછત, 350 જિલ્લામાં દુષ્કાળની ભીતિ. | લિયોનેલ મેસ્સીની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ! | ગુજરાતીઓ માટે ખુશખબર: ઉદયપુર-અસારવા વંદે ભારત હવે સુરત સુધી દોડશે, જાણો નવું સમયપત્રક. | 1 સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થયા 7 મોટા ફેરફારો, LPGથી લઈને કાર અને મુસાફરી સુધી પડશે સીધી અસર. | તમિલનાડુમાં TVK-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ચર્ચા તેજ, CM વિજયે રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર તરીકે સ્વીકાર્ય ગણાવ્યાનો દાવો. | ગુજરાતમાં 14 વર્ષથી પ્રતિબંધ છતાં રૂ. 3 હજાર કરોડના તમાકુ-પાન મસાલાનું વેચાણ, 100માંથી 38 પુરુષો તમાકુના બંધાણી. |
પાછા મુખ્ય સમાચાર પર
ફૂડ ૧૧ વાર જોવાયેલ 49 મિનિટ પેહલા

ફૂડ જામનગરમાં 152 ફૂડ એકમો પર તપાસ: 353 કિલો વાસી ખાદ્યજથ્થો નાશ, 14 એકમોને ₹22,500નો દંડ.

જામનગરમાં 152 ફૂડ એકમો પર તપાસ: 353 કિલો વાસી ખાદ્યજથ્થો નાશ, 14 એકમોને ₹22,500નો દંડ.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે ગોકુલનગર, જકાતનાકા, જનતા ફાટક, વિરલ બાગ, જોગર્સ પાર્ક, હોસ્પિટલ રોડ, જૂના રેલવે સ્ટેશન, ખંભાળિયા ગેટ, ખોડિયાર કોલોની, પટેલ કોલોની, વિકાસગૃહ રોડ, લીમડા લાઈન, પી.એન. માર્ગ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક વિસ્તાર, બેડી-ઢીંચડા રોડ, દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ તેમજ ગુલાબનગર, રાજપાર્ક, લાલવાડી અને હાપા સહિતના વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને ફૂડ રેકડીઓ સહિત કુલ 152 એકમોની તપાસ કરી હતી.

 

તપાસ દરમિયાન 353 કિલો વાસી અને અનહાઇજેનિક સ્થિતિમાં રાખવામાં આવેલ ખાદ્યજથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત એક્સપાયરી ડેટ ધરાવતા 5 પેકેટ તેમજ 147 કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ સેફ્ટી ટીમે સંચાલકોને સ્વચ્છતા જાળવવા, હાઇજેનિક સ્થિતિ જાળવવા, વપરાયેલ તેલનો યોગ્ય સમયમર્યાદામાં નિકાલ કરવા, ચીઝ, બટર અને પનીરના ખરીદી બિલ સાચવી રાખવા તેમજ FSSAIના નિયમો મુજબનું સૂચન બોર્ડ ફરજિયાત લગાવવા સૂચના આપી હતી.

 

અભિયાન દરમિયાન અનહાઇજેનિક કામગીરી અને વાસી ખાદ્યપદાર્થો મળતા 14 એકમોને કુલ ₹22,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફૂડ સેફ્ટી વિભાગે કુલ 139 ખાદ્ય નમૂનાઓ લઈને ઢીંચડા સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે, જ્યારે 7 નમૂનાઓ વડોદરા ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ FSSAIના નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

 

આ ઉપરાંત, એક ડેરીમાંથી લેવામાં આવેલા દહીંના નમૂનાને સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં એડજ્યુડિકેટિંગ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ એક સ્થળે લાઇસન્સ વિના ખાદ્ય વ્યવસાય ચલાવતા સંચાલક સામે પણ FSSAIના નિયમો મુજબ ગુનો નોંધાવી કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શહેરની વિવિધ શાળાઓ અને આસપાસના વિસ્તારોમાં પણ ખાસ ચેકિંગ હાથ ધરી પીવાના પાણી અને ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી, ઢીંચડા ખાતે મોકલવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ